ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ મેચની ODI સિરીઝ માટે યશસ્વી જયસ્વાલની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ તે કોઈપણ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થયો ન હતો.


ત્રણેય મેચમાં રોહિત શર્મા અને શુભમન ગિલ ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન હતા. યશસ્વી જયસ્વાલ રણજી ટ્રોફીમાં મુંબઈ તરફથી રમશે. તે ટૂંક સમયમાં મુંબઈ ટીમમાં જોડાશે.

આ ટીમ તરફથી રમશે યશસ્વી જયસ્વાલ

યશસ્વી જયસ્વાલને ભારતીય ODI ટીમના પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું ન હતું. તે ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 સિરીઝ માટે ભારતીય ટીમનો પણ ભાગ નથી. પરિણામે તે હવે 2025-26 રણજી ટ્રોફીના ત્રીજા રાઉન્ડ માટે મુંબઈ સાથે જોડાશે. મીડિયા રિપોર્ટ મુજબ યશસ્વી જયસ્વાલે મુંબઈ ક્રિકેટ એસોસિએશનને જાણ કરી છે કે તે રાજસ્થાન સામેની આગામી રણજી ટ્રોફી મેચ માટે ઉપલબ્ધ છે.


સાઉથ આફ્રિકા સિરીઝ પર નજર

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિરીઝમાં યશસ્વી જયસ્વાલ ભારતીય ટીમનો ભાગ રહેશે. આ ખેલાડીએ ભારત માટે ટેસ્ટ મેચમાં સતત સારું પ્રદર્શન કર્યું છે. તેને તાજેતરમાં વેસ્ટ ઈન્ડીઝ સામેની બે મેચની ટેસ્ટ સિરીઝમાં સારું પ્રદર્શન કર્યું હતું. તેને પહેલી મેચમાં 36 રન, બીજી મેચમાં 175 રન અને 8 રન બનાવ્યા હતા.

ફર્સ્ટ ક્લાસ કરિયર પણ છે શાનદાર

યશસ્વી જયસ્વાલે ભારત માટે 51.65 ની એવરેજથી 2,428 રન બનાવ્યા છે. હાલમાં તેમના નામે 7 સદી અને 12 અડધી સદી છે. યશસ્વી જયસ્વાલે 46 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી છે, જેમાં 56.50ની એવરેજથી 4,520 રન બનાવ્યા છે. તેના નામે 16 સદી અને 16 અડધી સદી છે.


  • Follow us on: