તિલક વર્માનો જન્મ 8 નવેમ્બર, 2002 ના રોજ હૈદરાબાદમાં થયો હતો. આર્થિક મુશ્કેલીઓ હોવા છતાં, તેના પિતા ઇચ્છતા હતા કે તે અભ્યાસ કરે અને ડૉક્ટર બને અને લોકોની સેવા કરે. જોકે, તિલકનું જીવન પ્રત્યેનું એક અલગ દ્રષ્ટિકોણ હતું. તે વિશ્વભરમાં જાણીતો માણસ બનવા માગતો હતો. તેથી જ તેણે ડૉક્ટરને બદલે ક્રિકેટર બનવાનું પસંદ કર્યું. કોચ સલામ બાયશે તિલકની પ્રતિભાને ઓળખી અને તેની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેને મફત કોચિંગ પૂરું પાડ્યું.


તિલક શાનદાર બેટ્સમેન

તિલક એક આક્રમક ડાબોડી બેટ્સમેન છે. તેની બેટિંગ ક્ષમતાને સૌપ્રથમ મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા ઓળખવામાં આવી હતી. તેણે 2022માં MI માટે ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી તેણે પાછળ વળીને જોયું નથી. બે મજબૂત સીઝન પછી, તિલક 2023 માં ODI અને T20 ડેબ્યૂ કર્યું, અને ત્યારથી તે ટીમનો સતત સભ્ય રહ્યો છે.

બે સદી ફટકારી, ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું

ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યા પછી, તિલક વર્માએ ઘણી સારી ઇનિંગ્સ રમીને પોતાની ક્ષમતા સાબિત કરી અને ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું, ખાસ કરીને T20I માં. તિલકએ સાઉથ આફ્રિકા સામે સતત બે T20I માં સદી ફટકારીને ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું. જોકે, એક ઇનિંગ જે લાંબા સમય સુધી યાદ રહેશે તે એશિયા કપ 2025 ની ફાઇનલ હતી.

ભારતને 5 વિકેટથી વિજય અપાવ્યો તિલકે

પાકિસ્તાનના 147 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે, ભારત ૩ વિકેટે 20 રનમાં સંઘર્ષ કરી રહ્યું હતું. ચોથા નંબરે બેટિંગ કરવા આવતા, તિલક વર્માએ બાજી સંભાળી અને અણનમ 69 રન બનાવીને ભારતને 5 વિકેટથી વિજય અપાવ્યો.

ત્રણેય ફોર્મેટમાં રમે છે તિલક વર્મા

તિલક આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટ બંનેમાં એક્ટિવ છે, ત્રણેય ફોર્મેટમાં રમે છે. મેચની પરિસ્થિતિમાં પોતાની બેટિંગને અનુરૂપ બનાવવાની તિલકની ક્ષમતાએ તેને ભવિષ્યનો સંભવિત સ્ટાર બનાવ્યો છે.

54 મેચોમાં 144.41 ના સ્ટ્રાઇક રેટથી 1,499 રન બનાવ્યા તિલકે

તિલકની ક્ષમતાને કારણે, મુંબઈ ઇન્ડિયન્સે 2025 પહેલા યોજાયેલી મેગા હરાજીમાં રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ સાથે તેને પણ જાળવી રાખ્યો હતો. તિલક 4 વનડેમાં 1 અડધી સદીની મદદથી 68 રન બનાવી ચૂક્યા છે. તેણે 36 ટી20માં 2 સદી અને 4 અડધી સદીની મદદથી 996 રન પણ બનાવી ચૂક્યા છે. IPLમાં, તિલક 2022 થી 2025 વચ્ચે રમાયેલી 54 મેચોમાં 144.41 ના સ્ટ્રાઇક રેટથી 1,499 રન બનાવ્યા છે, જેમાં 8 અડધી સદી ફટકારી છે.


  • Follow us on: