અંડર-19 એશિયા કપ 2025 ફાઈનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાને શાનદાર પ્રદર્શન કર્યું અને ભારતને હરાવ્યું. પાકિસ્તાન માટે સમીર મિન્હાસે 172 રનની શાનદાર ઈનિંગ રમી અને આ ઈનિંગને કારણે પાકિસ્તાન ચેમ્પિયન બન્યું.
મોહસીન નકવી એશિયા કપ 2025ની ટ્રોફી કરવા માટે હાજર રહ્યા હતા. પરંતુ તમને જણાવી દઈએ કે ભારતીય ટીમને ચેક અને મેડલ કોણે આપ્યા?
મોહસીન નકવી ટ્રોફી આપવા પહોંચ્યા
મોહસીન નકવી અંડર-19 એશિયા કપ ટ્રોફી 2025 આપવા માટે સ્ટેડિયમ પહોંચ્યા હતા. તેને પાકિસ્તાનને ટ્રોફી અને મેડલ આપ્યા હતા. પરંતુ ભારતીય ટીમે ICC એસોસિયેટ મેમ્બર ડિરેક્ટર મુબાશ્શીર ઉસ્માની પાસેથી મેડલ મેળવ્યા હતા અને બાંગ્લાદેશના અમીનુલ ઈસ્લામે ભારતને ચેક આપ્યો હતો.
તમને જણાવી દઈએ કે 2025ના સિનિયર એશિયા કપમાં ભારતે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. તે સમયે ભારતીય ટીમને મોહસીન નકવી તરફથી ટ્રોફી મળી ન હતી. તેથી બધાની નજર મોહસીન નકવી પર હતી.
આવી હતી મેચની પરિસ્થિતિ
પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 347 રન બનાવ્યા. ઓપનર હમઝા ઝહૂરે 14 બોલમાં 18 રન બનાવ્યા, જ્યારે સમીર મિન્હાસે 113 બોલમાં 172 રન બનાવ્યા, જેમાં 17 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા. આ સિવાય ઉસ્માન ખાને 35 રન અને અહેમદ હુસૈને 72 બોલમાં 56 રન બનાવ્યા.
ટાર્ગેટનો પીછો કરતા ભારત 26.2 ઓવરમાં 156 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ભારત તરફથી કોઈ બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યો નહીં. વૈભવે 26 રન, આયુષ મ્હાત્રે 2 રન અને અભિજ્ઞાન કુંડુએ 13 રન બનાવ્યા. ભારત 26.2 ઓવરમાં 156 રનમાં ઓલઆઉટ થઈ ગયું. પાકિસ્તાન 191 રનથી જીત્યું.
આ પણ વાંચો: IND Vs PAK: કેપ્ટન આયુષ મ્હાત્રેની ભૂલે ચેમ્પિયન બનવાનું સ્વપ્ન કર્યું ચકનાચૂર, ફાઈનલમાં લીધો એક ખોટો નિર્ણય!