ICC અંડર19 વર્લ્ડકપ 2026ના ગ્રુપ સ્ટેજમાં ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી મેચમાં ભારતીય ટીમનો વિજયરથ ચાલુ રહ્યો, જેમાં તેઓએ 7 વિકેટથી જીત મેળવી અને એક પણ મેચ હાર્યા વિના સુપર સિક્સમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું.


આ સાથે સુપર સિક્સમાં ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ પણ નક્કી થઈ ગયું છે, જેમાં એક મેચમાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ 1 ફેબ્રુઆરીએ બુલાવાયોના ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાશે.

ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજમાં ટોપ પર રહી

ICC અંડર-19 વર્લ્ડકપમાં ભારતીય ટીમને ગ્રુપ B માં રાખવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી મેચ યુએસએ સામે રમી હતી અને 6 વિકેટથી જીત મેળવી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ પોતાની બીજી મેચમાં ડકવર્થ-લુઈસ પદ્ધતિનો ઉપયોગ કરીને બાંગ્લાદેશને 18 રનથી હરાવ્યું હતું.

છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડ સામે રમી હતી, જેમાં ડકવર્થ-લુઈસ પદ્ધતિનો ઉપયોગ કરીને 7 વિકેટથી જીત મેળવી હતી અને ટીમ ગ્રુપ સ્ટેજમાં ટોપ પર રહી. હવે ટીમ ઈન્ડિયા સુપર સિક્સ સ્ટેજમાં પોતાનો વિજય ક્રમ ચાલુ રાખવાનો પ્રયાસ કરશે.

પાકિસ્તાન સિવાય ઝિમ્બાબ્વે ટીમનો પણ થશે સામનો

ટીમ ઈન્ડિયા હવે સુપર સિક્સમાં તેનો પહેલી મેચ સંયુક્ત યજમાન ઝિમ્બાબ્વે સામે રમશે, જે 27 ફેબ્રુઆરીએ રમાશે. આ પછી, ભારતીય ટીમ સુપર સિક્સમાં તેની બીજા મેચમાં પાકિસ્તાન અંડર-19 ટીમનો સામનો કરશે, જેમાં બંને ટીમો વચ્ચેની આ ભવ્ય મેચ 1 ફેબ્રુઆરીએ ભારતીય સમય મુજબ બપોરે 1 વાગ્યાથી રમાશે.

પાકિસ્તાન અંડર-19 ટીમને વર્લ્ડકપમાં ગ્રુપ Cમાં સ્થાન મળ્યું હતું, જેમાં તેને 3 માંથી 2 મેચ જીતી હતી અને 1 હારી હતી. ભારત સિવાય પાકિસ્તાન અંડર-19 ટીમ સુપર સિક્સમાં ન્યુઝીલેન્ડનો પણ સામનો કરશે, જેમાં તે 27 જાન્યુઆરીએ આ મેચ રમશે.

આ પણ વાંચો: Team Indiaનું ટેન્શન વધ્યું, બંને વિકલ્પો નિષ્ફળ સાબિત થયા


  • Follow us on: