15 જાન્યુઆરીથી અંડર-19 વર્લ્ડકપ 2026 શરૂ થઈ રહ્યો છે અને આ ટુર્નામેન્ટ માટે સ્ટાર વૈભવ સૂર્યવંશીને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ પહેલા બધી ટીમો વોર્મ-અપ મેચ રમી રહી છે. ભારતની પહેલી વોર્મ-અપ મેચ સ્કોટલેન્ડ અંડર-19 ટીમ સામે છે અને તેમાં સૂર્યવંશીએ શાનદાર બેટિંગ કરી હતી. તેને પોતાની રમતથી ફેન્સને ઈમપ્રેસ કર્યા છે.
વૈભવ સૂર્યવંશી માત્ર 4 રનથી ચૂક્યો સદી
સ્કોટલેન્ડ અંડર-19 ટીમ સામે વૈભવ સૂર્યવંશીએ કેપ્ટન આયુષ મ્હાત્રે સાથે ઈનિંગની શરૂઆત કરી અને ઈનિંગની શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી. બંને ખેલાડીઓએ પહેલી વિકેટ માટે 70 રનની પાર્ટનરશીપ કરી. કેપ્ટન આયુષ 22 રન બનાવીને આઉટ થયો. આ પછી વૈભવે એરોન જ્યોર્જ સાથે મળીને રન બનાવવાની જવાબદારી સંભાળી.
વૈભવે 50 બોલમાં કુલ 96 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા અને આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 192.00 રહ્યો. તે ફક્ત 4 રનથી પોતાની સદી ચૂકી ગયો. બોલર મનુ સારસ્વતના બોલ પર મોટો સ્ટ્રોક રમવાનો પ્રયાસ કરતી વખતે તે આઉટ થયો.
એરોન જ્યોર્જ અને વિહાન મલ્હોત્રાએ ફટકારી અડધી સદી
વૈભવ સિવાય એરોન જ્યોર્જે 58 બોલમાં કુલ 61 રન બનાવ્યા. તેને પોતાની ઈનિંગ દરમિયાન 8 ચોગ્ગા ફટકાર્યા. વિહાન મલ્હોત્રાએ પણ અડધી સદી ફટકારી અને અત્યાર સુધીમાં 69 રન બનાવ્યા છે. અભિજ્ઞાન કુંડુ પણ 42 રન સાથે ક્રીઝ પર છે. ફિનલી જોન્સ, જ્યોર્જ કટલર અને મનુ સારસ્વતે અત્યાર સુધીમાં 1-1 વિકેટ લીધી છે. ભારતીય અંડર-19 ટીમે અત્યાર સુધીમાં 41 ઓવર પછી 3 વિકેટ ગુમાવીને 312 રન બનાવ્યા છે.
વૈભવ સૂર્યવંશી પહેલેથી જ પોતાને કરી ચૂક્યો છે સાબિત
વૈભવ સૂર્યવંશીને તાજેતરમાં જ્યારે પણ બેટિંગ કરવાની તક મળી છે ત્યારે તેને પોતાને સાબિત કર્યું છે. તેને અગાઉ સાઉથ આફ્રિકાની અંડર-19 ટીમ સામેની ODI સિરીઝમાં શાનદાર બેટિંગ કરી હતી, જેમાં એક 1 અને 1 અડધી સદી ફટકારી હતી. વિજય હજારે ટ્રોફીમાં બિહાર તરફથી રમતી વખતે પણ તેને પોતાનું ટેલેન્ટ બતાવ્યું. તેને અરુણાચલ પ્રદેશ સામે 84 બોલમાં 190 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: