આઈસીસી અંડર-19 વર્લ્ડકપ 2026 પહેલા બધી ટીમો વોર્મ-અપ મેચ રમી રહી છે. હાલમાં ભારતીય અંડર-19 ટીમ ઈંગ્લેન્ડ અંડર-19 ટીમનો સામનો કરી રહી છે. સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પોતાના નામ પ્રમાણે રમી શક્યો નહીં અને આ મેચમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યો.
વોર્મ-અપ મેચમાં વૈભવ સૂર્યવંશી ફક્ત 1 જ રન બનાવી શક્યો
વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડની અંડર-19 ટીમ સામે કેપ્ટન આયુષ મ્હાત્રે સાથે ઈનિંગની શરૂઆત કરી અને 4 બોલમાં ફક્ત 1 રન બનાવ્યો. તે સેબેસ્ટિયન મોર્ગનના બોલ પર થોમસ રીયુના હાથે કેચ આઉટ થયો. સ્કોટલેન્ડની અંડર-19 ટીમ સામેની વોર્મ-અપ મેચમાં તેને 50 બોલમાં 9 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકારીને 96 રન બનાવ્યા.













