ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી હાલમાં જબરદસ્ત ફોર્મમાં છે. જ્યારે પણ તે મેદાન પર ઉતરે છે, ત્યારે તે કોઈને કોઈ સિદ્ધિ હાંસલ કરે છે. રાજકોટમાં રમાઈ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી મેચમાં તેને ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકરને વધુ એક બાબતમાં પાછળ છોડી દીધા છે.


ખાસ વાત એ છે કે કોહલીએ તે સિદ્ધિ હાંસલ કરી છે જે છેલ્લા 17 વર્ષથી આ રેકોર્ડ અણનમ હતો. વિરાટ કોહલી ન્યુઝીલેન્ડ સામે સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે.

વિરાટ કોહલી ન્યુઝીલેન્ડ સામે ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ODI સિરીઝની પહેલી મેચમાં વિરાટ કોહલી સદી ચૂકી ગયો હતો. તેને 93 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તે આ મેચમાં સચિનનો બીજો રેકોર્ડ તોડી શક્યો હોત, પરંતુ આ કાર્ય અધૂરું રહ્યું. પરંતુ તેને રાજકોટમાં આ અધૂરું કાર્ય પૂર્ણ કર્યું. હવે તે સચિન તેંડુલકરને પાછળ છોડીને ન્યુઝીલેન્ડ સામે સૌથી વધુ ODI રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. પરંતુ જ્યારે વિશ્વભરના બેટ્સમેનોની વાત આવે છે, ત્યારે રિકી પોન્ટિંગ હજુ પણ ટોપનું સ્થાન ધરાવે છે.

રિકી પોન્ટિંગ હજુ પણ કોહલીથી આગળ

રિકી પોન્ટિંગ ન્યુઝીલેન્ડ સામે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેને 51 મેચમાં 1971 રન બનાવ્યા છે. રિકી પોન્ટિંગે ન્યુઝીલેન્ડ સામે 6 સદી અને 12 અડધી સદી ફટકારી છે. વિરાટ કોહલીની વાત કરીએ તો તેને ન્યુઝીલેન્ડ સામે 35 મેચમાં અત્યાર સુધીમાં 1760થી વધુ રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ આ ટીમ સામે અત્યાર સુધીમાં 6 સદી અને 10 અડધી સદી ફટકારી છે. સચિન તેંડુલકરે પોતાના કરિયરમાં ન્યુઝીલેન્ડ સામે 42 મેચમાં 1750 રન બનાવ્યા હતા.

સચિન તેંડુલકરે પોતાની છેલ્લી વનડે 2009માં ન્યુઝીલેન્ડ સામે રમી

સચિન તેંડુલકરે 1990માં ન્યુઝીલેન્ડ સામે પોતાની પહેલી વનડે રમી હતી અને ત્યારથી 2009 સુધી રમતા રહ્યો. આ સમયગાળા દરમિયાન તેને આ ટીમ સામે 5 સદી અને 8 અડધી સદી ફટકારી હતી. આનો અર્થ એ થયો કે સચિને 2009 પછી ન્યુઝીલેન્ડ સામે એક પણ વનડે રમી નથી. આ રીતે સચિનનો આ રેકોર્ડ લગભગ 17 વર્ષ પછી તૂટી ગયો છે. હવે વિરાટ કોહલી પાસે રિકી પોન્ટિંગને પાછળ છોડીને આ લિસ્ટમાં ટોપના સ્થાને પહોંચવાની તક છે.

આ પણ વાંચો: IND Vs NZ: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં 100% થશે ફેરફાર, આ ખેલાડીને મળી શકે છે તક

  • Follow us on: