T20 વર્લ્ડકપ 2026 શરૂ થવામાં એક મહિના કરતા પણ ઓછો સમય બાકી છે, ત્યારે તમામ ભાગ લેતી ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમાં વેસ્ટ ઈન્ડિઝ પણ સામેલ છે, જે વર્લ્ડકપ પહેલા અફઘાનિસ્તાન સામે 3 મેચની T20I સિરીઝ રમશે.


વેસ્ટ ઈન્ડિઝે આ સિરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. વેસ્ટ ઈન્ડિઝે પોતાની ટીમમાં 16 ખેલાડીઓને સામેલ કર્યા છે, જેમાં ફાસ્ટ બોલર શમર જોસેફ અને ઓપનર એવિન લુઈસની વાપસીનો સમાવેશ થાય છે. વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન વચ્ચેની T20I સિરીઝ 19 થી 22 જાન્યુઆરી દરમિયાન દુબઈમાં રમાશે.

બ્રાંડન કિંગ ટીમની કરશે કેપ્ટનશીપ

ટીમનો T20I કેપ્ટન શાઈ હોપ આ સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટનશીપ કરશે નહીં કારણ કે તે SA20 ટીમમાં ભાગ લઈ રહ્યો છે. રોસ્ટન ચેઝ, અકીલ હોસીન અને શેરફેન રધરફોર્ડ પણ SA20 માં ભાગ લેવાને કારણે અફઘાનિસ્તાન સામેની મેચ ગુમાવશે. હોપની ગેરહાજરીમાં બ્રાંડન કિંગને કમાન સોંપવામાં આવશે. કિંગે અગાઉ 2024ની શરૂઆતમાં સાઉથ આફ્રિકા સામેની ઘરઆંગણે સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટનશીપ કરી હતી.

ફાસ્ટ બોલર શમર જોસેફ છેલ્લા કેટલાક મહિનાઓથી ઈજાને કારણે ક્રિકેટની બહાર છે. 26 વર્ષનો ખેલાડી ઈજાને કારણે ભારતમાં ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો અને ટ્રેનિંગ દરમિયાન ખભામાં દુખાવો થવાને કારણે તેની વાપસી પાછળથી મોડી પડી હતી. આના કારણે તે બાંગ્લાદેશ સામેની ODI સિરીઝમાં પણ રમી શક્યો ન હતો.

CPLમાં શમરની છેલ્લી સ્પર્ધાત્મક મેચ સપ્ટેમ્બરમાં થઈ હતી, જેમાં તેને પાંચ મેચ રમી હતી. એવિન લુઈસ પણ ઈજામાંથી વાપસી કરી રહ્યો છે. તેને છેલ્લે ઓગસ્ટમાં પાકિસ્તાન સામેની ODI સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝનું પ્રતિનિધિત્વ કર્યું હતું. લુઈસે CPLમાં 7 ઈનિંગમાં 130 રન બનાવ્યા હતા, જ્યારે તેને નવેમ્બરમાં અબુ ધાબી T10માં 9 ઈનિંગમાં 110 રન ઉમેર્યા હતા.

ક્વેન્ટિન સેમ્પસનને મળી પહેલી તક

બે વખતના T20 વર્લ્ડકપ ચેમ્પિયન ટીમમાં એક નવું નામ પણ સામેલ થયું છે. ક્વેન્ટિન સેમ્પસનને પહેલીવાર ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેને CPL 2025 માં શાનદાર પ્રદર્શન કર્યું, ગુયાના એમેઝોન વોરિયર્સ માટે 9 ઈનિંગમાં 241 રન બનાવ્યા. 151.57 ના તેમના સ્ટ્રાઈક રેટથી તે ટીમનો ત્રીજો સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બન્યો.

સેમ્પસનને રોવમેન પોવેલના સ્થાને પસંદ કરવામાં આવ્યો છે. વર્કલોડ મેનેજમેન્ટના ભાગ રૂપે જેસન હોલ્ડર અને રોમારિયો શેફર્ડ એક સાથે આરામ આપવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર અલ્ઝારી જોસેફને હજુ સુધી ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. તે 2025 ના અંતમાં થયેલી ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ તે રિકવર થઈ રહ્યો છે, પરંતુ T20 વર્લ્ડકપ પસંદગી અંગે અંતિમ નિર્ણય તબીબી મૂલ્યાંકન પછી લેવામાં આવશે.

અફઘાનિસ્તાન સામેની આ સિરીઝ આગામી T20 વર્લ્ડકપ માટે વેસ્ટ ઈન્ડિઝની તૈયારીઓનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ત્યારબાદ ટીમ 27 થી 31 જાન્યુઆરી દરમિયાન સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે T20 સિરીઝ રમશે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ 14 જાન્યુઆરીએ કેરેબિયન રવાના થશે અને 16 જાન્યુઆરીએ UAE પહોંચશે.

અફઘાનિસ્તાન સામેની T20I સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝ ટીમ

બ્રાંડન કિંગ (કેપ્ટન), એલિક એથાનેસ, કીસી કાર્ટી, જોનસન ચાર્લ્સ, મેથ્યુ ફોર્ડે, જસ્ટિન ગ્રીવ્સ, શિમરોન હેટમાયર, આમીર જાંગુ, શમર જોસેફ, એવિન લુઈસ, ગુડાકેશ મોતી, ખારી પિયરે, ક્વેન્ટિન સેમ્પસન, જેડન સીલ્સ, રેમન સિમોન્ડ્સ, શમાર સ્પ્રિંગર.

આ પણ વાંચો: World Cup 2026 બે દિવસમાં થશે શરૂ, પહેલી જ મેચમાં જોવા મળશે ટીમ ઈન્ડિયા


  • Follow us on: