વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025ની બીજી મેચ 19 જુલાઈના રોજ સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન્સ વચ્ચે રમાઈ હતી. મેચનું પરિણામ સુપર ઓવરથી નહીં પરંતુ બોલ આઉટ નિયમ હેઠળ આવ્યું હતું.
આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પહેલા બેટિંગ કરી હતી, જેના જવાબમાં સાઉથ આફ્રિકાએ મેચ ડ્રો કરી હતી . પછી નિયમો મુજબ અમ્પાયરોએ મેચનું પરિણામ નક્કી કરવા માટે બોલ આઉટ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું .
વેસ્ટ ઈન્ડીઝે 79 રન બનાવ્યા
વરસાદને કારણે મેચ 11 ઓવરની કરવામાં આવી હતી . વેસ્ટ ઈન્ડિઝે પહેલા બેટિંગ કરતા 11 ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને 79 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર તરીકે ક્રિસ ગેલે 6 બોલમાં 2 રન બનાવ્યા હતા. જ્યારે ડ્વેન સ્મિથ 11 બોલમાં 7 રન બનાવ્યા બાદ આઉટ થયો હતો.
ત્રીજા નંબર પર લેન્ડલ સિમન્સે 21 બોલમાં 28 રનની ઈનિંગ રમી હતી. તેને ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. ચોથા નંબર પર કાયરન પોલાર્ડ પોતાનું ખાતું ખોલી શક્યો ન હતો. તે ગોલ્ડન ડક પર આઉટ થયો હતો.
સાઉથ આફ્રિકાએ કરી બરાબરી
ટાર્ગેટ ચેઝ કરતાં સાઉથ આફ્રિકાએ સ્કોર બરાબરી કરી. ટીમ માટે સરેલ એર્વેએ સૌથી વધુ રન બનાવ્યા. તેને 18 બોલમાં 27 રન બનાવ્યા. આ સિવાય જેપી ડુમિનીએ 12 બોલમાં 25 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી.
બોલ આઉટ હેઠળ જીતી મેચ
સાઉથ આફ્રિકાએ બોલ આઉટના નિયમ હેઠળ મેચ જીતી. બોલ આઉટમાં સાઉથ આફ્રિકાના ખેલાડીઓએ 5 વખતમાંથી 2 વખત સ્ટમ્પને ફટકાર્યો, જ્યારે વેસ્ટ ઈન્ડીઝના ખેલાડીઓ એક પણ વખત સ્ટમ્પ આઉટ ન કરી શક્યા. આ રીતે દક્ષિણ આફ્રિકાએ મેચ જીતી લીધી.
બે આફ્રિકન બોલરોએ બોલને સ્ટમ્પ પર ફટકાર્યો
બોલ આઉટમાં દરેક ટીમના 5 બોલરોએ સ્ટમ્પ પર હિટ કરવાનો હતો. જે ટીમે વિકેટ પર સૌથી વધુ બોલ ફટકાર્યા હતા તેને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. મેચમાં સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સના બોલરોએ પહેલી તક લીધી. સાઉથ આફ્રિકાના પાંચ બોલરોમાંથી ફક્ત જેજે સ્મટ્સ અને વેઈન પાર્નેલના બોલ વિકેટ પર હિટ થયા. બીજી તરફ, વેસ્ટ ઇન્ડીઝ ચેમ્પિયન્સ ટીમનો કોઈ પણ બોલર વિકેટ પર બોલ ફટકારી શક્યો ન હતો. આ કારણે, તેમને હારનો સામનો કરવો પડ્યો.