વિમેન્સ પ્રીમિયર લીગ 2026માં ફરી એકવાર નવો નહીં પરંતુ જુનો ચેમ્પિયન મળ્યો. RCBએ દિલ્હી કેપિટલ્સને હરાવી બીજી વખત ખિતાબ પોતાના નામે કર્યો. ગુરુવારે રમાયેલા ફાઇનલ મુકાબલામાં RCBએ 6 વિકેટે જીત મેળવી અને ટ્રોફી સાથે મોટી પ્રાઇઝ મની પણ મેળવી. બીજી તરફ દિલ્હી કેપિટલ્સ માટે કહાની ફરી એ જ રહી – ફાઇનલ સુધી પહોંચ્યા છતાં ટ્રોફી હાથમાંથી સરકી ગઈ.


WPL 2026 પ્રાઇઝ મની લિસ્ટ

  • વિજેતા: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)- પ્રાઇઝ મની – 6 કરોડ રૂપિયા
  • ઉપવિજેતા: દિલ્હી કેપિટલ્સ (DC)- પ્રાઇઝ મની – 3 કરોડ રૂપિયા
  • પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ: સોફી ડિવાઇન- પ્રાઇઝ મની – 5 લાખ રૂપિયા
  • ઓરેન્જ કેપ (સૌથી વધુ રન): સ્મૃતિ મંધાના- પ્રાઇઝ મની – 5 લાખ રૂપિયા
  • પર્પલ કેપ (સૌથી વધુ વિકેટ): સોફી ડિવાઇન- પ્રાઇઝ મની – 5 લાખ રૂપિયા
  • ટૂર્નામેન્ટમાં સૌથી વધુ છગ્ગા: સોફી ડિવાઇન – 5 લાખ રૂપિયા
  • બેસ્ટ સ્ટ્રાઈક રેટ એવોર્ડ: ગ્રેસ હેરિસ – 5 લાખ રૂપિયા
  • ફાઇનલનો પ્લેયર ઓફ ધ મેચ: સ્મૃતિ મંધાના – 2.5 લાખ રૂપિયા
  • ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન: નંદિની શર્મા – 5 લાખ રૂપિયા

મેચનો હાલ

પહેલા બેટિંગ કરતાં દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 203 રન બનાવ્યા. ઓપનર શેફાલી વર્મા (20) અને લિઝેલ લી (37)એ સારી શરૂઆત આપી, પરંતુ મિડલ ઓવરમાં વિકેટ પડવાથી રનગતિ ધીમી પડી. છતાં જમિમા રોડ્રિગ્ઝ (57)એ જવાબદાર ઇનિંગ રમીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. અંતિમ ઓવરમાં ઝડપી રનોથી દિલ્હી મોટો સ્કોર ઊભો કરવામાં સફળ રહી.

સ્મૃતિ અને વોલે ફેરવ્યો મેચનો રુખ

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી RCBની શરૂઆત ગ્રેસ હેરિસ (9)ના વહેલા આઉટથી થઈ, પરંતુ ત્યારબાદ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ મોરચો સંભાળ્યો. તેમની સાથે જ્યોર્જિયા વોલ (79)એ લાંબી ભાગીદારી કરી અને દિલ્હી ના બોલરોને દબાણમાં મૂકી દીધા. બંનેએ રનગતિ સતત ઝડપી રાખી અને મેચ RCBના પક્ષમાં ફેરવી દીધો. અંતમાં થોડા વિકેટ પડ્યા છતાં RCBએ 19.4 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધો.

દિલ્લીની ચોથી ફાઇનલ, ચોથી નિરાશા

દિલ્લી કેપિટલ્સ માટે આ સતત ચોથી વખત હતું જ્યારે ટીમ ફાઇનલમાં પહોંચી, પરંતુ ખિતાબ જીતવામાં નિષ્ફળ રહી. દરેક સીઝનમાં શાનદાર પ્રદર્શન છતાં નિર્ણાયક મેચમાં હાર દિલ્લીની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. આ હાર ખેલાડીઓ, ફ્રેન્ચાઇઝી અને ચાહકો માટે ખૂબ જ નિરાશાજનક રહી.

આ પણ વાંચો- Superstarનો પુત્ર હોવા છતાં દેવું ચુકવવા છોડ્યો અભ્યાસ, આજે છે હજારો કરોડનો માલિક!

  • Follow us on: