સ્મૃતિ મંધાના વિમેન્સ પ્રીમિયર લીગ 2026ના ફાઈનલમાં 53 રન બનાવીને સીઝનની ટોપ સ્કોરર બની. આ જ ઈનિંગમાં તેણે 37 રન બનાવીને RCB માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે એલિસ પેરીને પાછળ છોડી દીધી. તે હવે લીગના ઈતિહાસમાં RCBની ટોપ સ્કોરર બની ગઈ છે.
સ્મૃતિ મંધાના વિમેન્સ પ્રીમિયર લીગના ઈતિહાસમાં 1,000 થી વધુ રન બનાવનારી પાંચમી બેટ્સમેન પણ બની. આ મેચ પહેલા તેણે 936 રન બનાવ્યા હતા. તેણે લીગના ઈતિહાસમાં 1,000 રન પૂરા કરવા માટે 64 રન બનાવવાના હતા. આ તેની 35મી મેચ અને 35મી ઈનિંગ હતી જેમાં તેને 1000 રન પૂરા કર્યા. જે બીજી વખત RCBને તેની કેપ્ટનશીપ હેઠળ ચેમ્પિયન બનાવતી જોવા મળી.
WPL 2026માં સૌથી વધુ રન બનાવનારા ટોપ 5 બેટ્સમેન
સ્મૃતિ મંધાના - 377 રન
હરમનપ્રીત કૌર - 342 રન
નેટ સાઈવર બ્રન્ટ - 321 રન
લિઝેલ લી - 320 રન
લૌરા વોલ્વાર્ટ - 317 રન
WPL ઈતિહાસમાં 1000+ રન બનાવનારા બેટ્સમેન
નેટ સાઈવર બ્રન્ટ : 1348 રન (36 મેચ, 36 ઈનિંગ)
મેગ લેનિંગ : 1200 રન (35 મેચ, 35 ઈનિંગ)
હરમનપ્રીત કૌર : 1193 રન (35 મેચ, 34 ઈનિંગ)
શેફાલી વર્મા : 1124 રન (37 મેચ, 37 ઈનિંગ)
સ્મૃતિ મંધાના : 1023 રન (35 મેચ, 35 ઈનિંગ)
આ મેચમાં સ્મૃતિ મંધાનાએ 41 બોલમાં 87 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેણે પોતાની ઈનિંગમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. આ શાનદાર ઈનિંગ સાથે તેણે તેની ટીમના સતત બીજા ટાઈટલમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. RCB એ ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સ સામે 6 વિકેટે વિજય મેળવીને બીજી વખત વિમેન્સ પ્રીમિયર લીગનો ખિતાબ જીત્યો હતો .
આ પણ વાંચો: T20 WC 2026: ભારત A ટીમ રમશે બીજી વોર્મઅપ મેચ, જાણો કેટલા વાગ્યે શરૂ થશે મેચ