દિલ્હી કેપિટલ્સે વિમેન્સ પ્રીમિયર લીગ 2026ની ફાઈનલ મેચમાં પહેલા બેટિંગ કરતા 203 રન બનાવ્યા. દિલ્હીની ટીમે WPL ફાઈનલમાં સૌથી વધુ રન બનાવનાર ટીમ બનીને ઈતિહાસ રચ્યો છે.


વિમેન્સ પ્રીમિયર લીગ 2026ની અંતિમ મેચમાં પહેલા બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 203 રન બનાવ્યા. દિલ્હીની ટીમે WPL ફાઈનલમાં સૌથી વધુ સ્કોર કરનારી ટીમ બનીને ઈતિહાસ રચ્યો. દિલ્હીના બેટ્સમેનોએ RCB સામે અંતિમ 3 ઓવરમાં 49 રન બનાવ્યા. કેપ્ટન જેમીમા રોડ્રિગ્સે અડધી સદી ફટકારી.

વડોદરાના BCA સ્ટેડિયમમાં રમાઈ રહેલી ફાઈનલ મેચમાં RCBએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. દિલ્હી માટે કેપ્ટન જેમીમા રોડ્રિગ્સે સૌથી વધુ રન બનાવ્યા, તેને 37 બોલમાં 57 રન બનાવ્યા. લૌરા વોલ્વાર્ડે પણ 44 રનનું યોગદાન આપ્યું. ડેથ ઓવરની હીરો શિનેલ હેનરી હતી, જેને માત્ર 15 બોલમાં 35 રનની ધમાકેદાર ઈનિંગ રમી અને દિલ્હીનો સ્કોર 200થી વધુ કરી દીધો.


દિલ્હી કેપિટલ્સે રચ્યો ઈતિહાસ

દિલ્હી કેપિટલ્સ વિમેન્સ પ્રીમિયર લીગની ફાઈનલમાં મોટો સ્કોર કરનારી પહેલી ટીમ બની. તેઓ ફાઈનલમાં 200 રનનો આંકડો પાર કરનારી પહેલી ટીમ પણ છે. આ પહેલા WPL ફાઈનલમાં સૌથી વધુ સ્કોર મુંબઈ ઈન્ડિયન્સના નામે હતો, જેને 2025 સીઝનની ફાઈનલમાં 149 રન બનાવ્યા હતા. તે જ સીઝનની ફાઈનલમાં દિલ્હીએ 150 ના ટાર્ગેટનો પીછો કરતી વખતે 141 રન બનાવ્યા હતા, જે ફાઈનલમાં બીજો સૌથી વધુ સ્કોર છે.

WPL ફાઈનલમાં સૌથી વધુ સ્કોર

203 રન - દિલ્હી કેપિટલ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ

149 રન - મુંબઈ ઈન્ડિયન્સ વિ દિલ્હી કેપિટલ્સ

141 રન - દિલ્હી કેપિટલ્સ વિ મુંબઈ ઈન્ડિયન્સ

આ પણ વાંચો: T20 WC 2026 પહેલા એક મોટો અપસેટ સર્જ્યો, પાકિસ્તાનને પણ મોટો ઝટકો


  • Follow us on: