વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન, શુભમન ગિલે મચાવી ધૂમ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચ રમાઈ ચૂકી છે. પણ તે પહેલાં તમને જણાવી દઈએ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કયા ભારતીય બેટ્સમેને સૌથી વધુ રન બનાવ્યા છે. તમને ટોપ 5 બેટ્સમેન વિશે જણાવી દઈએ.


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

જાણો કોણ છે લિસ્ટમાં સામેલ

1/6Cricketers

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચ રમાઈ ચૂકી છે. પણ તે પહેલાં તમને જણાવી દઈએ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કયા ભારતીય બેટ્સમેને સૌથી વધુ રન બનાવ્યા છે. તમને ટોપ 5 બેટ્સમેન વિશે જણાવી દઈએ.

2/6

રિષભ પંત હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેને અત્યાર સુધી 38 મેચની 67 ઈનિંગમાં 2731 રન બનાવ્યા છે. આ મેચમાં રિષભ પંત 6 સદી અને 16 અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો છે. હાલમાં રિષભ પંતની એવરેજ પણ 43.34 છે.

3/6

આ લિસ્ટમાં રોહિત શર્મા બીજા નંબરે આવે છે. રોહિત શર્મા હવે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે, પરંતુ આ પહેલા તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 40 મેચની 69 ઈનિંગમાં 2716 રન બનાવ્યા છે. આ દરમિયાન રોહિત શર્માના નામે 9 સદી અને 8 અડધી સદી છે. તેની એવરેજ 41.15 છે.

4/6

વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે, પરંતુ આ લિસ્ટમાં તેનું નામ ત્રીજા નંબરે આવે છે. વિરાટ કોહલીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 46 મેચોની 79 ઈનિંગમાં 2617 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ 5 સદી અને 11 અડધી સદી ફટકારી છે. વિરાટ કોહલીની એવરેજ 35.36 છે.

5/6

ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન શુભમન ગિલ હવે આ લિસ્ટમાં ચોથા ક્રમે આવી ગયો છે. તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 36 મેચોની 67 ઈનિંગમાં 2615 રન બનાવ્યા છે. શુભમન ગિલે આ સમયગાળા દરમિયાન 9 સદી અને 7 અડધી સદીની ઈનિંગ પણ રમી છે. હાલમાં શુભમન ગિલની એવરેજ 42.17 છે.

6/6

રવિન્દ્ર જાડેજા હવે આ લિસ્ટમાં પાંચમા ક્રમે છે. તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની 43 મેચોની 66 ઈનિંગમાં 2339 રન બનાવ્યા છે. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ 4 સદી અને 16 અડધી સદી ફટકારી છે. રવિન્દ્ર જાડેજાની એવરેજ 42.52 છે.

Gallery Ads