ભારતમાં હાલમાં રણજી ટ્રોફીનો લીગ સ્ટેજ ચાલી રહી છે. યશસ્વી જયસ્વાલને રણજી ટ્રોફીની અંતિમ લીગ મેચ માટે મુંબઈની ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. મુંબઈ દિલ્હી સામે તેની અંતિમ લીગ મેચ રમશે.

આ દરમિયાન મુંબઈ ક્રિકેટ એસોસિએશનના એક અધિકારીએ સમજાવ્યું કે યશસ્વી જયસ્વાલને ટીમમાંથી કેમ બહાર રાખવામાં આવ્યો. તેમને જણાવ્યું કે યશસ્વી જયસ્વાલ પસંદગીપૂર્વક મેચ રમી રહ્યો હતો અને ઘણીવાર ટીમ પસંદગી બેઠકો પહેલાં ચૂપ રહેતો હતો.

યશસ્વી જયસ્વાલને લઈને MCA અધિકારીએ મોટું નિવેદન આપ્યું

મીડિયા સાથે વાત કરતાં એમસીએના એક અધિકારીએ જણાવ્યું હતું કે યશસ્વી જયસ્વાલે ગ્રુપ સ્ટેજની કેટલીક મેચો માટે તેમની ઉપલબ્ધતા વિશે કોઈ માહિતી આપી ન હતી. સિલેક્ટર્સે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને કોઈ જવાબ આપ્યો ન હતો. એમસીએના અધિકારીએ વધુમાં કહ્યું કે એ સાચું છે કે છેલ્લી મેચ માટે પસંદગી પહેલાં પણ તેઓ પ્રતિભાવ આપતા ન હતા અને સ્પષ્ટપણે લાગે છે કે તેઓ પસંદગીપૂર્વક મેચ રમી રહ્યા છે. છેલ્લી મેચ અને આગામી મેચ માટે ટીમ પસંદ કરતા પહેલા અમે તેમનો સંપર્ક કર્યો હતો, પરંતુ અમને કોઈ જવાબ મળ્યો ન હતો. તેથી દિલ્હી સામેની હોમ મેચ માટે તેમને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો.

શાર્દુલ ઠાકુર પણ દિલ્હી સામેની મેચ રમશે નહીં

યશસ્વી જયસ્વાલ સિવાય શાર્દુલ ઠાકુર પણ ઈજાને કારણે મેચમાંથી બહાર છે. તેની ગેરહાજરીમાં સિદ્ધેશ લાડ મુંબઈનું નેતૃત્વ કરશે. મુંબઈ અને દિલ્હી વચ્ચેની મેચ 29 જાન્યુઆરીથી અહીંના બીકેસી ગ્રાઉન્ડ પર શરૂ થશે. મુંબઈ 6 મેચમાં 4 જીત અને 2 ડ્રો સાથે એલીટ ગ્રુપ Dના પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. દિલ્હીની ટીમની વાત કરીએ તો ઈજાને કારણે રિષભ પંત આ મેચમાં રમતો જોવા મળશે નહીં. હવે યશસ્વી જયસ્વાલ અને શાર્દુલ ઠાકુર 6 થી 10 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી રણજી ટ્રોફી ક્વાર્ટર ફાઈનલમાં મુંબઈ માટે વાપસી કરી શકે છે.

મુંબઈએ પોતાની છેલ્લી મેચ હૈદરાબાદ સામે રમી હતી

ચાલુ રણજી ટ્રોફી સીઝનમાં મુંબઈએ પોતાની છેલ્લી મેચ હૈદરાબાદ સામે રમી હતી. મુંબઈએ આ મેચ 9 વિકેટથી જીતી હતી. મુંબઈ માટે શાનદાર બેટિંગ કરતા સરફરાઝ ખાને પહેલી ઈનિંગમાં બેવડી સદી ફટકારી હતી. તેને 103 થી વધુના સ્ટ્રાઈક રેટથી 219 બોલમાં 227 રન બનાવ્યા હતા.

દિલ્હી સામેની મેચ માટે મુંબઈની ટીમ

સિદ્ધેશ લાડ (કેપ્ટન), મુશીર ખાન, અખિલ હેરવાડકર, સુવેદ પારકર, સરફરાઝ ખાન, આકાશ આનંદ (વિકેટકીપર), હાર્દિક તામોરે (વિકેટકીપર), સૂર્યાંશ શેડગે, સાઈરાજ પાટીલ, શમ્સ મુલાની, હિમાંશુ સિંહ, તુષાર દેશપાંડે, મોહિત અવસ્થી, ઓંકાર તરમાલે અને સિલ્વેસ્ટર ડિસૂઝા.

આ પણ વાંચો: Team Indiaનો સ્ટાર ખેલાડી કોઈ પણ મેચ રમ્યા વિના ટીમમાંથી થયો બહાર! કોને મળશે તક?