- ICC દ્વારા T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ માટે જાહેર કરાયા નિમયો
- ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે T20 વર્લ્ડ કપની ફાઈનલ
- ફાઈનલ મેચ માટે એક દિવસ રિઝર્વ રાખવામાં આવ્યો
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપ 2024 ફાઇનલ મેચ માટે ICC દ્વારા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. વરસાદના કિસ્સામાં પરિણામ કેવી રીતે જાહેર થશે અને અનામત દિવસ અંગે શું અપડેટ છે. 29 જૂને રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ક્રિકેટ ટીમ અને એઇડન માર્કરામની કપ્તાનીવાળી દક્ષિણ આફ્રિકાની ટીમ વચ્ચે ફાયનલ મુકાબલો યોજાશે. જે રીતે ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચમાં વરસાદે વિઘ્ન ઊભું કર્યુ હતું. આવી જ સંભાવના બાર્બાડોસના મેદાન પર યોજાનાર ફાઈનલ મેચમાં થવાની શક્યતા છે. T20 વર્લ્ડ કપની મેચમાં વરસાદની પૂરી સંભાવના છે, પરંતુ આખી મેચ રદ કરવામાં નહીં આવે. વરસાદની સંભાવના શું છે અને જો તેના કારણે કોઈ વિધ્ન ઊભું થશે તો નિયમો શું હશે. કારણ કે વરસાદના કારણે મેચમાં વરસાદના વિધ્નને ધ્યાનમાં રાખીને ICCએ સેમિફાઇનલ અને ફાઇનલ માટેના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે.
ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે યોજાનારી ફાયનલ માટે રિઝર્વ દિવસ હશે
ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે યોજાનારી ફાયનલ માટે સૌથી સારી વાત એ છે કે, ICCએ આના માટે રિઝર્વ દિવસની જાહેરાત પહેલા જ કરી દીધી હતી. આ પહેલા રમાયેલી સેમીફાઈનલ-1 માટે રિઝર્વ દિવસ રાખવામાં આવ્યો હતો, પરંતુ તેની કોઈ જરૂરત પડી ન હતી. જ્યારે ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી સેમીફાઈનલ માટે રિઝર્વ દિવસ રાખવામાં આવ્યો ન હતો. બીજી સેમીફાઇનલ માટે 250 મિનિટ વધારોનો સમય આપવામાં આવ્યો હતો. આ દરમિયાન બીજી સેમિફાઇનલ પણ પૂરી થઈ ગઈ હતી. જેના કારણે માત્ર ક્રિકેટ ચાહકો જ નહીં પરંતુ ICCએ પણ રાહતનો શ્વાસ લીધો હશે.
પહેલા દિવસે 10 ઓવરની મેચ રમાઈ ન શકે તો જ રિઝર્વ ડેનો ઉપયોગ કરવામાં આવશે.
ICCએ પહેલાથી જ જાહેરાત કરી દીધી છે કે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ માટે રિઝર્વ દિવસ રાખવામાં આવ્યો છે, પરંતુ આ રિઝર્વ દિવસનો ઉપયોગ ત્યારે જ કરવામાં આવશે જો મેચ પહેલા દિવસે નહીં રમાય. ICCના નિયમો અનુસાર પ્રથમ દિવસે ઓછામાં ઓછી 10 ઓવરની મેચ રમાડવાનો પ્રયાસ કરવામાં આવશે. જો કે, કોઈ પણ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઓછામાં ઓછી 5 ઓવરની મેચ રમાવી જરૂરી હોય છે, તો જ પરિણામ જાહેર કરવામાં આવે છે. પરંતુ આના કરતા ઓછી ઓવરવાળી મેચનું પરિણામ જાહેર કરવામાં આવતું નથી. પરંતુ T20 વર્લ્ડ કપની સેમિફાઇનલ અને ફાઇનલ મેચમાં ઓછામાં ઓછી 10 ઓવરની મેચ હોવી જરૂરી છે. જો પ્રથમ દિવસે 10 ઓવરની મેચ પણ ન રમાય તો બીજા દિવસે એટલે કે રિઝર્વ દિવસે જ મેચ રમાશે. આટલું જ નહીં, જો પહેલા દિવસે મેચ શરૂ થાય છે અને તે પછી મેચ રમી શકાતી નથી અને બીજા દિવસ પર જાય છે તો પહેલા દિવસે જ્યાં રોકાઈ હતી ત્યાંથી મેચ શરૂ થશે. ફાઈનલ માટે 190 મિનિટનો વધારાનો સમય પણ રાખવામાં આવ્યો છે, એટલે કે મેચ ત્રણ કલાક અને 10 મિનિટ વધુ ચાલી શકે છે.
સવારે 10:30 વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ
શનિવારે સ્થાનિક સમય અનુસાર સવારે 10:30 વાગ્યે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ શરૂ થશે. સવારે 10 વાગ્યે ટોસ થશે. મેચનો રિઝર્વ દિવસ રવિવારે પણ તે જ સમયે શરૂ થશે. ખાસ વાત એ છે કે જો શનિવાર અને રવિવારે એકસાથે 10 ઓવરની મેચ પણ નહીં રમાય તો ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા બન્ને ટીમને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.
બાર્બાડોસમાં હવામાનની આગાહી
બાર્બાડોસમાં હવામાનની આગાહી વાત કરવામાં આવે તો. AccuWeather અનુસાર શનિવારે મેચના દિવસે વરસાદની સંભાવના છે. સ્થાનિક સમય એટલે કે બાર્બાડોસનો સમય સવારે 4 વાગ્યાથી સવારે 9 વાગ્યાની વચ્ચે વરસાદની લગભગ 50 ટકા શક્યતા છે. આ પછી સવારે 10 વાગ્યાથી એટલે કે ટોસના સમયથી બપોરે 1 વાગ્યાની વચ્ચે વરસાદની લગભગ 30 ટકા સંભાવના રહેશે. આ પછી તે ફરી વધીને લગભગ 50 ટકા થઈ શકે છે. T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ માટે શનિવારે 190 મિનિટનો વધારાનો સમય આપવામાં આવ્યો છે. વિજેતા જાહેર કરવા માટે બન્ને ટીમોએ ઓછામાં ઓછી 10 ઓવરની બેટિંગ કરવી પડશે. એટલે કે સુપર ઓવરથી મેચનું પરિણામ નક્કી નહીં થાય.