• લીગ મેચોને ધ્યાનમાં રાખ્યા બાદ નોકઆઉટને લક્ષ્યાંક રાખીએ છીએ

  • આઇપીએલ 2024માં ધોની ચેન્નઇની ટીમનું નેતૃત્વ કરશે
  • ધોની જ ટીમ માટે નવો સુકાની શોધવાનો પ્રયાસ કરશે

ચેન્નઇ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથને જણાવ્યું હતું કે ફ્રેન્ચાઇઝીમાં ઉત્તરાધિકારીની યોજના અંગે ચર્ચા થઈ રહી છે પરંતુ જ્યારે મહેન્દ્રસિંહ ધોનીના ઉત્તરાધિકારીની વાત આવે છે તો હેડ કોચની મદદથી ધોની જ ટીમ માટે નવો સુકાની શોધવાનો પ્રયાસ કરશે. 22મી માર્ચથી રમાનારી આઇપીએલ 2024માં ધોની ચેન્નઇની ટીમનું નેતૃત્વ કરશે અને સંભવિત આ તેની છેલ્લી આઇપીએલ બની શકે છે. ધોનીએ ગયા વર્ષે નિવૃત્તિની અટકળોને નકારી નાખીને જણાવ્યું હતું કે તે ઓછામાં ઓછી વધુ એક સિઝન રમવા માગે છે. સમર્થકોને આ તેના તરફથી રિટર્ન ગિફ્ટ હતી. ધોની ગયા વર્ષે ઘૂંટણની ઈજાનો સામનો કરી રહ્યો હતો અને ટીમને પાંચમી વખત ચેમ્પિયન બનાવ્યા બાદ તેણે સર્જરી કરાવી હતી. નવી સિઝન માટે ફિટ થવા તે પોતાની રિકવરી ઉપર આકરી મહેનત કરી રહ્યો છે અને તે નેટ્સ ઉપર પણ લાંબો સમય પસાર કરી રહ્યો છે.

વિશ્વનાથને જણાવ્યું હતું કે સુકાની ધોની તથા કોચ નવા સુકાની અંગેનો નિર્ણય કરશે અને ત્યાં સુધી અમે કોઈ નિવેદન કરવા માગતા નથી. યલો ટીમ હંમેશાં નોકઆઉટ માટે ક્વોલિફાય થવાનો ટાર્ગેટ રાખે છે. આ અમારો પ્રથમ લક્ષ્યાંક રહેતો હોય છે. લીગ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યા બાદ નોકઆઉટમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરીએ છીએ. નોંધનીય છે કે 2022ની સિઝનમાં જાડેજાને કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી પરંતુ તેણે અધવચ્ચેથી નેતૃત્વ છોડી દીધું હતું અને ધોનીને ફરીથી સુકાની બનાવવામાં આવ્યો હતો.


  • Follow us on: