વિશ્વના મહાન ફૂટબોલર પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ હવે એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ફૂટબોલના ઈતિહાસમાં આજ સુધી કોઈ ખેલાડી આટલી મોટી સિદ્ધિ મેળવી શક્યો નથી. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ UEFA નેશન્સ લીગમાં પોર્ટુગલની ક્રોએશિયા સામેની મેચ દરમિયાન ગોલ કરીને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. આ મોટો રેકોર્ડ બનાવ્યા બાદ રોનાલ્ડો ખુશીને કારણે થોડો ભાવુક જોવા મળ્યો હતો.


900 ગોલ કરનારો વિશ્વનો પ્રથમ ફૂટબોલર

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ UEFA નેશન્સ લીગ દરમિયાન ક્રોએશિયા અને પોર્ટુગલ વચ્ચેની મેચમાં 900 ગોલ કરવાની મહાન સિદ્ધિ હાંસલ કરી છે. રોનાલ્ડો હવે 900 ગોલ કરનાર વિશ્વનો પ્રથમ ફૂટબોલ ખેલાડી બની ગયો છે. પોર્ટુગલના કેપ્ટન રોનાલ્ડોના આ 900 ગોલ તેની ક્લબ કારકિર્દી અને આંતરરાષ્ટ્રીય કારકિર્દી બંનેમાં પ્રાપ્ત થયા છે. આ ગોલ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો 131મો આંતરરાષ્ટ્રીય ગોલ હતો.


પ્રથમ ક્રોએશિયાના ખેલાડી ડિએગો ડાલોટે 7મી મિનિટે ગોલ કરીને પોતાની ટીમને લીડ અપાવી હતી. આ પછી રોનાલ્ડોએ એક ગોલ કર્યો અને 900 ગોલ કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો. 39 વર્ષની ઉંમરે, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ બતાવ્યું છે કે તેની પાસે હજી પણ શક્તિ છે.

બીજા નંબર પર લિયોનેલ મેસ્સી

ફૂટબોલના ઈતિહાસમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હવે 900 ગોલ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. આ સિવાય જો આપણે લિયોનેલ મેસીની વાત કરીએ તો તે હાલમાં બીજા સ્થાને છે. મેસીના નામે હાલમાં 859 ગોલ છે.

આ ટીમો માટે રોનાલ્ડોએ ગોલ કર્યા

રોનાલ્ડોએ રિયલ મેડ્રિડ માટે 450 ગોલ, જુવેન્ટસ માટે 101 ગોલ, માન્ચેસ્ટર યુનાઈટેડ માટે બે વખત 145 ગોલ, સ્પોર્ટિંગ લિસ્બન માટે 5 ગોલ અને તેની નવી ક્લબ એટલે કે અલ નાસર માટે 68 ગોલ કર્યા છે.

  • Follow us on: