• સુકાની હરમનપ્રીત કૌરનું ફોર્મ ચિંતાજનક

  • છેલ્લી 10 મેચમાં ફ્લોપ રહી છે
  • બીજી મેચમાં પ્રવાસી ટીમે છ વિકેટે વિજય મેળવ્યો હતો

ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ લાંબી અને મિશ્રિત હોમ સિઝનનો અંત મંગળવારે અહીં ઓસ્ટ્રેલિયન વિમેન્સ ટીમ સામે રમાનારી ત્રીજી અને અંતિમ શ્રોણી નિર્ણાયક ટી20 મુકાબલો જીતીને કરવા માગશે. ત્રણ મેચની શ્રોણી 1-1થી સરભર છે અને હરમનપ્રીત કૌરની ટીમ પાસે ગયા વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના હરાવીને ટી20 વર્લ્ડ કપના વર્ષમાં વિજય હાંસલ કરવાની તમામ તક છે. ભારતે ઓસ્ટ્રેલિયા સામેની પાંચ દ્વિપક્ષીય સિરીઝમાં માત્ર એક શ્રોણી જીતી છે અને ચારમાં તેનો વિજય થયો છે. ભારતે છેલ્લે 2015-16માં ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી ઉપર હરાવ્યું હતું. વર્તમાન શ્રોણીની પ્રથમ મેચમાં ભારતે વિક્રમી નવ વિકેટે વિજય હાંસલ કર્યો હતો. બીજી મેચમાં પ્રવાસી ટીમે છ વિકેટે વિજય મેળવ્યો હતો.

ભારત માટે સુકાની હરમનપ્રીત કૌરનું ફોર્મ ચિંતાજનક બન્યું છે. તે તમામ ફોર્મેટની છેલ્લી 10 મેચમાં એક પણ અડધી સદી નોંધાવી શકી નથી. તે છેલ્લી 11 ઇનિંગમાં સાત વખત બેવડાં આંકનો સ્કોર પણ નોંધાવી શકી નથી. બીજી મેચમાં ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ બેટ અને બોલ બંને દ્વારા શાનદાર દેખાવ કર્યો હતો પરંતુ ભારત વિજય મેળવી શક્યું નહોતું. પ્રારંભિક બે ટી20 મુકાબલાની પિચ ઉપર બેટ્સવુમન મુક્તમને શોટ્સ રમી શકી નહોતી. પ્રથમ ઇનિંગમાં બોલર્સનો દબદબો જોવા મળ્યો હતો.

રવિવારે બીજી ટી20 મેચમાં બેસ્ટ ખેલાડી રહેલી ઓસ્ટ્રેલિયાની કિમ ગાર્થ અને ભારતની દીપ્તિ શર્માએ બીજી મેચની પિચ ઉપર બેટિંગ કરવી તે મુશ્કેલ હતું તેવો અભિપ્રાય

આપ્યો હતો.


  • Follow us on: