- ધોનીની કપ્તાનીમાં CSK 12મી વખત પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહ્યું
- IPL 2023ની પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે ટક્કર
- બંને ટીમો વચ્ચે ચેન્નાઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ રમાશે
MS ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ 12મી વખત પ્લેઓફમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યું છે. આ સીઝનની આખરી લીગ મેચમાં દિલ્હી કેપિટલ્સને હરાવી પોઈન્ટ ટેબલમાં 17 પોઈન્ટ સાથે બીજા નંબરે રહ્યું હતું. હવે પ્રથમ ક્વોલિફાયર મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટક્કર ગત સિઝનની વિજેતા ગુજરાત ટાઈટન્સ સાથે થશે.
ગુજરાત તેની લીગ મેચની છેલ્લી મેચ જીતીને 20 પોઈન્ટ સાથે પ્રથમ નંબરે રહ્યું હતું. આજે ગુજરાત ટાઈચન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ચેન્નાઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી IPL 2023ની પ્રથમ ક્વોલિફાયર મેચ રમાશે. પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમવા ઉતરી રહેલી ચેન્નાઈની ટીમનું પલડું આજની મેચમાં ભારે માનવામાં આવી રહ્યું છે. જોકે ચેપોક સ્ટેડિયમમાં પ્લેઓફ મેચોમાં અત્યાર સુધીના રેકોર્ડની વાત કરીએ તો 50-50 જોવા મળ્યો છે.










