- IPL 2024ની 18મી મેચ SRH અને CSK રમશે
- રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે
- બંને ટીમો અત્યારસુધીમાં 19 વખત ટકરાઇ
સનરાઈઝર્સ હૈદરાબાદે રોમાંચક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા CSKએ 165 રન બનાવ્યા હતા. જવાબમાં SRHએ 4 વિકેટ ગુમાવીને 18.1 ઓવરમાં મેચ જીતી લીધી હતી. હૈદરાબાદ માટે એઇડન માર્કરમે શાનદાર પ્રદર્શન કર્યું અને અડધી સદી ફટકારી. તેણે 36 બોલમાં 50 રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ 37 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 12 બોલમાં 4 સિક્સ અને 3 ફોર ફટકારી હતી. ટ્રેવિસ હેડે 31 રન બનાવ્યા હતા. આ દરમિયાન ચેન્નાઈ તરફથી બોલિંગ કરતા મોઈન અલીએ 2 વિકેટ લીધી હતી. દીપક ચહર અને મહિષ તિક્ષનાને એક-એક વિકેટ મળી હતી.
IPL 2024ની 18મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાઇ હતી. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઇ. હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા છે. ટીમ તરફથી શિવમ દુબેએ સૌથી વધુ 45 રન બનાવ્યા હતા.
હૈદરાબાદની ઇનિંગ શરૂ
સનરાઈઝર્સ હૈદરાબાદે રોમાંચક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા CSKએ 165 રન બનાવ્યા હતા. જવાબમાં SRHએ 4 વિકેટ ગુમાવીને 18.1 ઓવરમાં મેચ જીતી લીધી હતી. IPLની આ સિઝનમાં 5 વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થયો હતો, જેણે ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર કર્યો હતો. આઈપીએલ 2024 સીઝનની 18મી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં હૈદરાબાદે ચેન્નાઈને 6 વિકેટે હરાવ્યું હતું. દિલ્હી સામે હાર્યા બાદ હવે ચેન્નાઈને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો હતો.
18 ઓવર સમાપ્ત: સનરાઇઝર્સ હૈદરાબાદને 12 બોલમાં 6 રનની જરૂર છે. ટીમે 18 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 160 રન બનાવ્યા હતા. ક્લાસેન 10 રન અને રેડ્ડી 8 રન સાથે રમી રહ્યા છે. ચેન્નાઈ તરફથી તુષાર દેશપાંડેએ 18મી ઓવર ફેંકી હતી. આ ઓવરમાં તેણે 9 રન આપ્યા હતા.
17 ઓવર સમાપ્ત: સનરાઇઝર્સ હૈદરાબાદે 17 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા હતા. ક્લાસેન 4 રન બનાવીને રમી રહ્યો છે. નીતિશ રેડ્ડી 7 રન બનાવીને રમી રહ્યો છે. હૈદરાબાદને જીતવા માટે 18 બોલમાં 15 રનની જરૂર છે.
શાહબાઝ આઉટ: મોઈન અલીએ સનરાઈઝર્સ હૈદરાબાદને વધુ એક ઝટકો આપ્યો છે અને શાહબાઝ અહેમદને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. માર્કરમને આઉટ કર્યા બાદ મોઈન અલીએ શાહબાઝ અહેમદને પણ આઉટ કર્યો હતો. શાહબાઝ 19 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. હવે નીતીશ રેડ્ડી નવા બેટ્સમેન તરીકે આવ્યો છે, તે ક્રીઝ પર હાજર છે. હૈદરાબાદને જીતવા માટે હજુ 26 બોલમાં 25 રન બનાવવાના છે.
15 ઓવર સમાપ્ત: વિકેટો પડવાથી મેચ રસપ્રદ બની ગઈ છે. હૈદરાબાદને જીતવા માટે 30 બોલમાં 31 રનની જરૂર છે. ટીમે 15 ઓવર બાદ 3 વિકેટ ગુમાવીને 135 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી રચિન રવિન્દ્રએ 15મી ઓવર ફેંકી હતી. તેણે આ ઓવરમાં માત્ર 3 રન આપ્યા હતા.
માર્કરમ આઉટ: ચેન્નાઈના સ્પિનર મોઈન અલીએ એડન માર્કરમને આઉટ કરીને હૈદરાબાદને ત્રીજો ઝટકો આપ્યો હતો. માર્કરમ અડધી સદી ફટકારીને પેવેલિયન પરત ફર્યો છે. માર્કરમ 36 બોલમાં 50 રન બનાવીને મોઈન અલીના હાથે LBW આઉટ થયો હતો. હૈદરાબાદ જીતની નજીક છે અને તેને જીતવા માટે 35 બોલમાં 33 રનની જરૂર છે. શાહબાઝ અહેમદ 14 બોલમાં 11 રન અને હેનરિક ક્લાસેન બે બોલમાં એક રન સાથે ક્રિઝ પર હાજર છે. તેને જીતવા માટે 36 બોલમાં 34 રનની જરૂર છે.
માર્કરમની ફિફ્ટી: માર્કરમે જોરદાર બેટિંગ કરતાં અડધી સદી ફટકારી હતી. તે 35 બોલમાં 50 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 4 ફોર અને 1 સિક્સ ફટકારી છે. હૈદરાબાદને જીતવા માટે 40 બોલમાં 39 રનની જરૂર છે.
13 ઓવર સમાપ્ત: એડન માર્કરામ પોતાની અડધી સદીની નજીક પહોંચી ગયો છે. તે 33 બોલમાં 47 રન બનાવીને રમી રહ્યો છે. હૈદરાબાદે 13 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 124 રન બનાવ્યા છે. શાહબાદ અહેમદ 5 રન બનાવીને રમી રહ્યો છે. ચેન્નાઈએ 14મી ઓવર મોઈન અલીને સોંપી છે.
12 ઓવર સમાપ્ત: સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 48 બોલમાં 48 રનની જરૂર છે. એડન માર્કરમ 34 અને શાહબાઝ 4 રન સાથે રમી રહ્યા છે.
11 ઓવર સમાપ્ત: હૈદરાબાદને જીતવા માટે 54 બોલમાં 54 રનની જરૂર છે. ટીમે 11 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 112 રન બનાવ્યા છે. એડન માર્કરમ 39 રન બનાવીને રમી રહ્યો છે. શાહબાઝ 2 રન બનાવીને રમી રહ્યો છે. ચેન્નાઈના બોલરો ફરી એકવાર વિકેટની શોધમાં છે.
હેડ આઉટ: હૈદરાબાદને બીજો ઝટકો ટ્રેવિસ હેડના નામે લાગ્યો છે. હેડ 24 બોલમાં 1 સિક્સ અને 3 ફોરની મદદથી 31 રન બનાવીને આઉટ થયો હતો. હૈદરાબાદનો 9.4 ઓવર બાદ 106/2 થયો છે.
9 ઓવર સમાપ્ત: હૈદરાબાદનો સ્કોર 100 રનને પાર કરી ગયો છે. ટીમે 9 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 101 રન બનાવ્યા હતા. માર્કરમ 31 રન બનાવીને રમી રહ્યો છે. હેડે પણ 31 રન બનાવ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સના બોલરો આ જોડીને તોડી શક્યા નથી.
8 ઓવર સમાપ્ત: હૈદરાબાદનો સ્કોર 100 રનની નજીક પહોંચી ગયો છે. ટીમે 8 ઓવર પછી 1 વિકેટ ગુમાવીને 90 રન બનાવ્યા હતા. માર્કરમ 16 બોલમાં 21 રન બનાવીને રમી રહ્યો છે. ટ્રેવિસ હેડ 21 બોલમાં 30 રન બનાવીને રમી રહ્યો છે. ચેન્નાઈ માટે રવિન્દ્ર જાડેજા 9મી ઓવર નાખવા આવ્યો હતો.
7 ઓવર સમાપ્ત: હૈદરાબાદ માટે માર્કરમ અને હેડ વચ્ચે 38 રનની ભાગીદારી છે. હેડ 26 અને માર્કરમ 19 રન સાથે રમી રહ્યા છે. હૈદરાબાદે 7 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 84 રન બનાવ્યા હતા.
પાવર પ્લે સમાપ્ત: સનરાઇઝર્સ હૈદરાબાદને ઓપનર ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ ઝડપી શરૂઆત કરી હતી. દીપક ચહરે અભિષેકની તોફાની ઇનિંગ પર બ્રેક લગાવી હતી. પરંતુ નવા બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતરેલ એડન માર્કરમ પણ એક્શનમાં જોવા મળી રહ્યો છે. પાવરપ્લેના અંત સુધીમાં હૈદરાબાદે એક વિકેટે 78 રન બનાવી લીધા હતા. હેડ 16 બોલમાં 24 રન અને માર્કરમ 9 બોલમાં 15 રન પર રમી રહ્યો છે. આઈપીએલના ઈતિહાસમાં હૈદરાબાદનો આ ત્રીજો સૌથી વધુ પાવરપ્લે સ્કોર છે.
5 ઓવર સમાપ્ત: હૈદરાબાદે 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 64 રન બનાવ્યા છે. ટ્રેવિસ હેડ 12 બોલમાં 16 રન બનાવીને રમી રહ્યો છે. એડન માર્કરમ 7 બોલમાં 10 રન બનાવીને રમી રહ્યો છે. હૈદરાબાદને જીતવા માટે 90 બોલમાં 102 રનની જરૂર છે.
4 ઓવર સમાપ્ત: હૈદરાબાદનો સ્કોર 50 રનને પાર કરી ગયો છે. ટીમે 4 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 57 રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડ 9 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 6 બોલમાં સિક્સર ફટકારી છે. એડન માર્કરામ 10 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 2 ચોગ્ગા ફટકાર્યા છે.
અભિષેક આઉટ: ચેન્નાઈ સુપર કિંગ્સે મોટી સફળતા હાંસલ કરી છે. દીપક ચહરે અભિષેક શર્માને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. અભિષેક 12 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. હૈદરાબાદે 2.4 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 46 રન બનાવ્યા છે.
2 ઓવર સમાપ્ત: અભિષેક શર્માએ તહેલકો મચાવી દીધો છે. તેણે બીજી ઓવરમાં 3 સિક્સ અને 2 ફોર ફટકારી હતી. આ ઓવરમાં હૈદરાબાદે 27 રન બનાવ્યા હતા. ટીમે 2 ઓવર બાદ કોઈપણ નુકશાન વિના 35 રન બનાવી લીધા છે. અભિષેક 9 બોલમાં 27 રન બનાવીને રમી રહ્યો છે. ટ્રેવિસ હેડ 7 રન બનાવીને રમી રહ્યો છે. ચેન્નાઈ માટે મુકેશ ચૌધરીએ ઓવર કરી હતી. હવે ટીમે ત્રીજી ઓવર દીપક ચહરને સોંપી છે.
1 ઓવર સમાપ્ત: સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ ઓવરમાં 8 રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડ એક સિક્સરની મદદથી 7 રન બનાવીને રમી રહ્યો છે. અભિષેક શર્મા 1 રન બનાવીને રમી રહ્યો છે. CSK માટે દીપક ચહરે પ્રથમ ઓવર ફેંકી. મોઈન અલીએ તેની ઓવરના બીજા બોલ પર કેચ છોડ્યો હતો.
ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ઓપનિંગ કરી રહ્યા છે. હેડ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમી રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે દીપક ચહરને પ્રથમ ઓવર સોંપી છે.
ચેન્નાઇની ઇનિંગ
ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને જીતવા માટે 166 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ચેન્નાઈએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. તેના માટે શિવમ દુબેએ 45 રનની શાનદાર ઇનિંગ રમી હતી. દુબેએ 24 બોલનો સામનો કર્યો અને 45 રન બનાવ્યા. તેણે 2 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. રવિન્દ્ર જાડેજા 23 બોલમાં 31 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 4 ચોગ્ગા ફટકાર્યા હતા. અજિંક્ય રહાણેએ 35 રનનું યોગદાન આપ્યું હતું. રૂતુરાજ ગાયકવાડ 26 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
મિચેલ આઉટ: ચેન્નાઈ સુપર કિંગ્સની 5મી વિકેટ પડી. મિશેલ 13 રન બનાવીને આઉટ થયો હતો. નટરાજને તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. હવે મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ કરવા આવ્યો છે. ધોની આવતાની સાથે જ સ્ટેડિયમમાં તેનું નામ ગુંજી ઉઠ્યું હતું.
19 ઓવર સમાપ્ત: ચેન્નાઈ સુપર કિંગ્સે 19 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. હવે CSKની ઇનિંગની છેલ્લી ઓવર બાકી છે. રવિન્દ્ર જાડેજા 26 રન બનાવીને રમી રહ્યો છે. ડેરીલ મિશેલ 12 રન બનાવીને રમી રહ્યો છે. હૈદરાબાદે છેલ્લી ઓવર નટરાજનને સોંપી છે.
18 ઓવર સમાપ્ત: CSKનો સ્કોર 150 રનને પાર કરી ગયો છે. ચેન્નાઈએ 18 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા 18 બોલમાં 24 રન બનાવીને રમી રહ્યો છે. ડેરીલ મિચેલ 8 રન બનાવીને રમી રહ્યો છે. CSKએ 18મી ઓવરમાં 13 રન બનાવ્યા હતા.
16 ઓવર સમાપ્ત: ચેન્નાઈ સુપર કિંગ્સે 16 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 132 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા 10 બોલમાં 10 રન બનાવીને રમી રહ્યો છે. ડેરીલ મિશેલ 2 રન બનાવીને રમી રહ્યો છે. હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર, કમિન્સ, શાહબાઝ અને ઉનડકટે એક-એક વિકેટ ઝડપી છે.
રહાણે આઉટ: સનરાઇઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે CSKને ચોથો ઝટકો આપ્યો હતો. ચેન્નાઈનો અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણે 30 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો હતો. 15 ઓવર બાદ ચેન્નાઇનો સ્કોર 127/4 છે.
દુબે આઉટ: હૈદરાબાદના કપ્તાન પેટ કમિન્સે રાહણે અને શિવમ દુબેની મજબૂત પાર્ટનરશિપ તોડી હતી. દુબે 24 બોલમાં 2 ફોર અને 4 સિકસની મદદથી 45 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હાલમાં રાહાણે અને જાડેજા ક્રિઝ પર છે.
12 ઓવર સમાપ્ત: શિવમ દુબેએ નટરાજનની ઓવરમાં સતત બે સિક્સર ફટકારી હતી. તેણે ઓવરના બીજા અને ત્રીજા બોલ પર સિક્સર ફટકારી હતી. ચેન્નાઈએ 12મી ઓવરમાં 15 રન બનાવ્યા હતા. શિવમ દુબે 43 રન બનાવીને રમી રહ્યો છે. અજિંક્ય રહાણે 22 રન બનાવીને રમી રહ્યો છે. ચેન્નાઈએ 100 રનનો આંકડો પાર કર્યો. ટીમે 2 વિકેટ ગુમાવીને 105 રન બનાવ્યા હતા.
11 ઓવર સમાપ્ત: શિવમ દુબે અને અજિંક્ય રહાણે વચ્ચે 36 રનની ભાગીદારી છે. રહાણે 21 રન બનાવીને રમી રહ્યો છે. દુબે 16 બોલમાં 29 રન બનાવીને રમી રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે 11 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 90 રન બનાવ્યા હતા. હૈદરાબાદના બોલરો ફરી એકવાર વિકેટની શોધમાં છે.
10 ઓવર સમાપ્ત: ચેન્નાઈ સુપર કિંગ્સે 10 ઓવર પછી 2 વિકેટ ગુમાવીને 84 રન બનાવ્યા છે. અજિંક્ય રહાણે 15 બોલમાં 18 રન બનાવીને રમી રહ્યો છે. તેણે એક ફોર અને એક સિક્સ ફટકારી છે. શિવમ દુબે 15 બોલમાં 28 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા છે.
યુવા બેટ્સમેન શિવમ દુબેએ અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણે સાથે મળીને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે CSKની ઈનિંગ્સને સંભાળી હતી. રચિન રવિન્દ્ર અને કેપ્ટન રુતુરાજ ગાયકવાડને આઉટ કર્યા બાદ શિવમે ચાર્જ સંભાળ્યો અને શાહબાઝ અહેમદ અને મયંક માર્કંડે પર નિશાન સાધ્યું. શિવમની ઝડપી ઇનિંગ્સના કારણે CSKએ 10 ઓવરના અંતે 2 વિકેટે 84 રન બનાવી લીધા છે. ગાયકવાડના આઉટ થયા બાદ શિવમ મેદાનમાં આવ્યો હતો અને મેદાનમાં ઉતરતાની સાથે જ તેણે શાહબાઝ અહેમદ પર સિક્સર અને ફોર ફટકારી હતી. આ પછી આગલી ઓવર નાખવા આવેલા મયંકનું પણ ચોગ્ગાથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
9 ઓવર સમાપ્ત: શિવમ દુબેએ ગિયર્સ બદલ્યા છે. તે માત્ર 10 બોલમાં 25 રન બનાવીને રમી રહ્યો છે. તેણે માર્કંડેના બોલ પર એક સિક્સર અને એક ફોર ફટકારી હતી. અજિંક્ય રહાણે 14 બોલમાં 17 રન બનાવીને રમી રહ્યો છે. ચેન્નાઈએ 9 ઓવરમાં 80 રન બનાવ્યા છે.
8 ઓવર સમાપ્ત: શિવમ દુબેએ આવતાની સાથે જ કરામત બતાવવાનું શરૂ કરી દીધું છે. તેણે શાહબાઝ અહેમદના બોલ પર એક સિક્સર અને એક ફોર ફટકારી હતી. CSKએ 8 ઓવર પછી 2 વિકેટ ગુમાવીને 65 રન બનાવ્યા હતા. અજિંક્ય રહાણે 16 રન બનાવીને રમી રહ્યો છે. શિવમ દુબે 11 રન બનાવીને રમી રહ્યો છે.
ગાયકવાડ આઉટ: શાનદાર ફોર્મમાં દેખાઈ રહેલા CSKના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે પોતાની વિકેટ ગુમાવી હતી. શાહબાઝ અહેમદે ગાયકવાડને પોતાનો શિકાર બનાવ્યો હતો. ગાયકવાડ 21 બોલમાં 26 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ સાથે 7.1 ઓવર બાદ ચેન્નાઇનો સ્કોર 54/2 છે. રહાણે 16 રન બનાવીને રમી રહ્યો છે. શિવમ દુબે હવે બેટિંગ કરવા આવ્યો છે.
7 ઓવર સમાપ્ત: ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 50 રનને પાર કરી ગયો હતો. ટીમે 7 ઓવર પછી એક વિકેટ ગુમાવીને 54 રન બનાવ્યા હતા. રૂતુરાજ 26 રન બનાવીને રમી રહ્યો છે. રહાણે 16 રન બનાવીને રમી રહ્યો છે.
પાવર પ્લે સમાપ્ત: સનરાઈઝર્સ હૈદરાબાદ સામેના પાવરપ્લેમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો દબદબો જોવા મળી રહ્યો છે. ચેન્નાઈએ 6 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 48 રન બનાવ્યા છે. કેપ્ટન ગાયકવાડ 17 બોલમાં 23 રન બનાવીને રમી રહ્યો છે. રહાણે 14 રન બનાવીને રમી રહ્યો છે.
5 સમાપ્ત: હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે 5મી ઓવર ફેંકી. કમિન્સની ઓવરના બીજા બોલ પર અજિંક્ય રહાણેએ સિક્સર ફટકારી હતી. CSKએ 5 ઓવર પછી 1 વિકેટ ગુમાવીને 33 રન બનાવી લીધા છે. ઋતુરાજ ગાયકવાડ 13 રન બનાવીને રમી રહ્યો છે. રહાણેએ 8 બોલમાં 8 રન બનાવ્યા છે.
4 ઓવર સમાપ્ત: ચેન્નાઈ સુપર કિંગ્સે 4 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 26 રન બનાવ્યા હતા. રૂતુરાજ ગાયકવાડ 12 બોલમાં 13 રન બનાવીને રમી રહ્યો છે. અજિંક્ય રહાણે 1 રન બનાવીને રમી રહ્યો છે. ભુવનેશ્વર હૈદરાબાદને સફળતા અપાવી છે. તેણે 2 ઓવરમાં માત્ર 7 રન આપ્યા છે.
રચિન આઉટ: સનરાઇઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે ટીમને પ્રથમ સફળતા અપાવી. ચોથી ઓવર નાખવા આવેલા ભુવનેશ્વરે રચિન રવિન્દ્રને કેચ આઉટ કરાવ્યો હતો. રચિન 9 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો. અગાઉ સીએસકેના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે રચિન સાથે મળીને ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી, પરંતુ ભુવનેશ્વરે આ ભાગીદારીનો અંત લાવ્યો હતો. હાલમાં ગાયકવાડ 10 બોલમાં 13 રન પર છે અને અજિંક્ય રહાણે ખાતું ખોલાવ્યા વગર જ ક્રિઝ પર છે.
3 ઓવર સમાપ્ત: ઋતુરાજ સારી બેટિંગ કરી રહ્યો છે. તેણે ટી નટરાજનની ઓવરમાં ચોગ્ગો ફટકાર્યો હતો. રચિને પણ ચોગ્ગો માર્યો હતો. ચેન્નાઈએ 3 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 25 રન બનાવી લીધા છે. ઋતુરાજ 13 રન અને રચિન રવિન્દ્ર 12 રન સાથે રમી રહ્યા છે.
2 ઓવર સમાપ્ત: ચેન્નાઈ સુપર કિંગ્સે સારી શરૂઆત કરી છે. ટીમે 2 ઓવર બાદ 13 રન બનાવી લીધા છે. રૂતુરાજ 6 રન બનાવીને રમી રહ્યો છે. રચિન રવિન્દ્ર 7 રન બનાવીને ક્રિઝ પર છે.
1 ઓવર સમાપ્ત: ચેન્નાઈએ પ્રથમ ઓવરમાં 7 રન બનાવ્યા હતા. રચિને ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. તે 4 બોલમાં 6 રન બનાવીને રમી રહ્યો છે. ઋતુરાજ 2 બોલમાં 1 રન બનાવીને રમી રહ્યો છે. હૈદરાબાદે હવે ભુવનેશ્વર કુમારને કમાન સોંપી છે. ભુવી ઘણો અનુભવી બોલર છે.
મેચ શરૂ થઈ ગઈ છે. રચિન રવિન્દ્ર અને કેપ્ટન રુતુરાજ ગાયકવાડ ચેન્નાઈ માટે ઓપનિંગ કરવા પહોંચ્યા છે. હૈદરાબાદે પ્રથમ ઓવર અભિષેક શર્માને સોંપી છે.
ચેન્નાઈનું પલડુ ભારે
જો આપણે સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેના આંકડાઓ પર નજર કરીએ તો, CSKનો હાથ ઉપર હોવાનું જણાય છે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી બંને ટીમો 19 વખત ટકરાયા છે. આ સમયગાળા દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સે 14 મેચ જીતી છે. આ સિવાય સનરાઇઝર્સ હૈદરાબાદ માત્ર 5 મેચ જીતવામાં સફળ રહી છે. આવી સ્થિતિમાં SRH માટે CSKને હરાવવું બિલકુલ સરળ રહેશે નહીં.
હૈદરાબાદમાં બંને ટીમોનું પ્રદર્શન
SRH અને CSK વચ્ચેની મેચોમાં હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરીને 2 મેચ અને લક્ષ્યનો પીછો કરીને 3 મેચ જીતી છે. આ સિવાય ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતી વખતે 5 મેચ અને ચેઝ કરતી વખતે 9 મેચ જીતી છે. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બંને ટીમોના પ્રદર્શનની વાત કરીએ તો આ મેદાન પર બંને ટીમો 4-4 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન SRH અને CSK 2-2 મેચ જીત્યા છે.
બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન
ચેન્નાઇ સુપર કિંગ્સ: રુતુરાજ ગાયકવાડ(c), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, મોઈન અલી, ડેરીલ મિશેલ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની(wk), દીપક ચહર, તુષાર દેશપાંડે, મહેશ તિક્ષના
ઇમ્પેક્ટ પ્લેયર: શાર્દુલ ઠાકુર, શેખ રાશિદ, મિચેલ સેન્ટનર, સમીર રિઝવી, મુકેશ ચૌધરી
સનરાઇઝર્સ હૈદરાબાદ: અભિષેક શર્મા, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન (wk), અબ્દુલ સમદ, નીતિશ રેડ્ડી, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (c), જયદેવ ઉનડકટ, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, ટી નટરાજન
ઇમ્પેક્ટ પ્લેયર: ટ્રેવિસ હેડ, ઉમરાન મલિક, વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, રાહુલ ત્રિપાઠી










