• પીવી સિંધુ એ ભારત માટે કોમનવેલ્થ ગેમ્સ 2022મા 19મો ગોલ્ડ મેડલ જીત્યો
  • સિંધુએ કેનેડિયન શટલરને હરાવી ગોલ્ડ પોતાના નામે કર્યો
  • CWGમાં સિંધુનો આ ત્રીજો મેડલ

પીવી સિંધુ કોમનવેલ્થ ની મહિલા સિંગલ્સ બેડમિન્ટનની ફાઇનલમાં સતત બીજી વખત પહોંચી હતી. ગત વખતે ભલે તે સાઈના નેહવાલ સામે હારી ગઈ હતી પરંતુ આ વખતે સિંધુએ તે સિલ્વર મેડલને ગોલ્ડમાં ફેરવ્યો છે. ટાઇટલ મેચમાં તેણે મિશેલ લીને સીધી ગેમમાં 21-15 અને 21-13થી હરાવી હતી. સિંધુ માટે ફાઈનલ એટલી સરળ ન હતી કારણ કે આ જ કેનેડિયન શટલરે તેને છેલ્લી બે મેચમાં હરાવી હતી. પરંતુ મોટા મંચના દબાણને સંભાળવું એ 27 વર્ષની સિંધુની વાસ્તવિક ઓળખ છે.

CWG ગેમ્સનો ત્રીજો મેડલ

પીવી સિંધુએ અગાઉ 2014 ગ્લાસગો (સ્કોટલેન્ડ) અને 2018 ગોલ્ડકોસ્ટ (ઓસ્ટ્રેલિયા)માં મહિલા સિંગલ્સમાં અનુક્રમે બ્રોન્ઝ અને સિલ્વર જીત્યો હતો. 2018માં એટલે કે છેલ્લી કોમનવેલ્થ ગેમ્સમાં તે ભારતની સાઈના નેહવાલ સામે હારી ગઈ હતી. પરંતુ હવે તેણે ગેમ્સના ઈતિહાસમાં ત્રીજો મેડલ જીત્યો એટલું જ નહી પરંતુ તેણે પહેલો ગોલ્ડ મેડલ પણ જીત્યો. આ રીતે તે CWGમાં ગોલ્ડ જીતનારી બીજી અને ઓવરઓલ પાંચમી ભારતીય (મેન્સ-વિમેન્સ) બની છે.

સિંધુએ આ રીતે પોતાનો પહેલો ગોલ્ડ જીત્યો

પીવી સિંધુએ પ્રથમ ગેમમાં આક્રમક શરૂઆત કરીને 3-1ની સરસાઈ મેળવી હતી. જો કે મિશેલ લીએ પુનરાગમન કરીને સ્કોર 4-4થી બરાબર કરી લીધો હતો. ત્યારબાદ બંને વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. સિંધુના ડાબા પગ પર ઈજાની અસર દેખાઈ રહી હતી જેનો મિશેલ લી નેટમાં શોટ રમીને ફાયદો ઉઠાવી રહ્યો હતો. સિંધુ આ સમજી ગઈ હતી, તેથી તેણે નેટમાં ગેપ ભરવાનો પ્રયાસ કર્યો જે કામ કરી ગયો. ઓલિમ્પિક મેડલ વિજેતાએ તેની પ્રથમ ગેમનું ફોર્મ બીજામાં પણ જાળવી રાખ્યું હતું. સિંધુ આજે અદભુત રમી. પીડામાં હોવા છતાં તે હાર માનતી નહોતી. તેઓએ લીડ જાળવી રાખી અને બીજી ગેમ 21-13થી જીતીને ગોલ્ડ પોતાના નામે કરી લીધો.

ટેકનિક જ પી.વી.સિંધુની સૌથી મોટી તાકાત

હૈદરાબાદથી આવી રહેલી સિંધુએ તેની શ્રેષ્ઠ ટેકનિક રમતને કારણે એક પછી એક અવરોધો પાર કર્યા. તેણે 49 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં સિંગાપુરની યેઓ જિયા મિનને 21-19, 21-17થી હરાવી હતી. જોકે સિંધુના ડાબા પગ પર પાટો બાંધવામાં આવ્યો હતો જેના કારણે તેને હલનચલન કરવામાં થોડી મુશ્કેલી પડી રહી હતી. તેમ છતાંય તેણે તેના કોઈપણ હરીફોને હાવી થવા દીધા નહીં.


  • Follow us on: