- ઇન્ટરનેશનલ ક્રિક્રેટ રમનાર પ્રથમ મહિલા ટ્રાન્સજેન્ડર ખેલાડી
- કેનેડાની ડેનિયલ મેકગાહે T20 વર્લ્ડ કપની ક્વોલિફાઇંગ માટે રમશે
- T20 મેચો લોસ એન્જલસમાં 4 થી 11 સપ્ટેમ્બર દરમિયાન રમાશે
29 વર્ષીય ડેનિયલ મેકગાહેની આગામી મહિને યોજાનારી ક્વોલિફાયર માટે કેનેડાની મહિલા ટીમમાં પસંદગી કરવામાં આવી છે. તેણીએ પુરૂષથી મહિલા ટ્રાન્સજેન્ડર ખેલાડીઓ માટે ICCના પાત્રતા માપદંડોને પૂર્ણ કર્યા છે.
ઇન્ટરનેશન ક્રિક્રેટ રમનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર
કેનેડાની ડેનિયલ મેકગાહે ઇન્ટરનેશનલ ક્રિક્રેટ રમનાર પહેલી ટ્રાન્સજેન્ડર ક્રિકેટર બનશે. જ્યારે તે બાંગ્લાદેશ વિરુદ્ધ 2024 T20 વર્લ્ડ કપની ક્વોલિફાઇંગ માટે રમશે. T20 મેચો લોસ એન્જલસમાં 4 થી 11 સપ્ટેમ્બર દરમિયાન રમાશે. 29 વર્ષીય ડેનિયલ મેકગાહેની આગામી મહિને યોજાનારી ક્વોલિફાયર માટે કેનેડાની મહિલા ટીમમાં પસંદગી કરવામાં આવી છે. તેણીએ પુરૂષથી મહિલા ટ્રાન્સજેન્ડર ખેલાડીઓ માટે ICCના પાત્રતા માપદંડોને પૂર્ણ કર્યા છે.
વૈશ્વિક ક્વોલિફાયરમાં સ્થાન મેળવવા માટે અમેરિકન ક્વોલિફાયરમાં કેનેડાનો સામનો આર્જેન્ટિના, બ્રાઝિલ અને અમેરિકા સામે થશે. મેકગાહેએ જણાવ્યું, "હું ગર્વ અનુભવું છું. મારા સમુદાયનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે એક સ્વપ્ન સાકાર થવા સમાન છે."

ICCના માંનાકોમાં ખરી ઉતરી
જો કે તમને જણાવી દઈએ કે ડેનિયલ મેકગાહે નવેમ્બર 2020 માં એક પુરુષમાંથી મહિલા બની હતી. તેણે મે 2021થી મેડિકલ ટ્રાન્સફોર્મેશનની શરૂઆત કરી હતી. તે ફેબ્રુઆરી 2020માં ઓસ્ટ્રેલિયાથી કેનેડા આવી હતી. ICC દ્વારા 2018માં જારી કરાયેલા ક્રિકેટરોની પાત્રતાના નિયમોમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો ટ્રાન્સ મહિલાઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવું હોય તો તેમના લોહીમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઓછામાં ઓછા 12 મહિના સુધી 5 નેનોમોલ્સ પ્રતિ લિટરથી ઓછું રાખવું પડશે.
ICCએ આ વિશે એક નિવેદનમાં કહ્યું, "અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે ડેનિયલ ICCની યોગ્યતાની શરતોને પૂર્ણ કરી ચૂક્યો છે અને તે આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ રમવા માટે લાયક છે."
મેકગાહે કહ્યું, ગર્વ છે મને
મેકગાહે કહ્યું, "મારા ટેસ્ટોસ્ટેરોનના સ્તરને જાણવા માટે મેં છેલ્લા બે વર્ષથી દર મહિને બ્લડ ટેસ્ટ કરાવ્યો છે. ક્રિકેટ રમતી વખતે એટલી બધી મુસાફરી કરવી પડે છે કે તે થોડું મુશ્કેલ હતું. મને ગર્વ છે, માત્ર મારા માટે જ નહીં પરંતુ હું જે ટ્રાન્સજેન્ડર સમુદાય માટે જેનું હું પ્રતિનિધિત્વ કરું છું."