- ભૂતપૂર્વ સાથી સ્પિનર દાનિશ કનેરિયાએ કર્યો ટ્રોલ
- આફ્રિદીનો બોલ કટ કરીને પોઝિશન બદલવાનો પ્રયાસ
- આફ્રિદી પર વચગાળાના મુખ્ય પસંદગીકારની જવાબદારી
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીને તાજેતરમાં નવી જવાબદારી મળી છે. રમીઝ રાજાને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ પદેથી હટાવ્યા બાદ નજમ સેઠીએ બોર્ડની કમાન સંભાળી અને તેઓ આવતાની સાથે જ આફ્રિદીને ટીમના વચગાળાના મુખ્ય પસંદગીકારની જવાબદારી સોંપી દીધી. આફ્રિદીને નવી જવાબદારી મળ્યા બાદ ટીમના કેટલાક પૂર્વ સાથી ખેલાડીઓ અભિનંદન આપી રહ્યા હતા ત્યારે તેના ભૂતપૂર્વ સાથી સ્પિનર દાનિશ કનેરિયાએ તેને ખુલ્લેઆમ ટ્રોલ કર્યો હતો. દાનિશે પોતાના ટ્વિટર હેન્ડલ પર આફ્રિદીની વર્ષો જૂની બોલ ટેમ્પરિંગની તસવીર શેર કરી છે.
આ તસવીર પોસ્ટ કરતા દાનિશ કનેરિયાએ હસતા ઈમોજીસ સાથે 'ચીફ સિલેક્ટર' લખ્યું હતું. આ ઘટના પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20I શ્રેણી દરમિયાન પર્થમાં બની હતી. આફ્રિદીએ બોલ કટ કરીને પોઝિશન બદલવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના લાઈવ ટીવી પર બતાવવામાં આવી હતી અને આફ્રિદી પર T20 માટે પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો.










