- T20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ 5 જૂનથી પોતાના અભિયાનની શરૂઆત કરશે
- T20 વર્લ્ડકપ 2024 માટે પ્રથમ બેચ 24 મેના રોજ અમેરિકા જશે
- મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ IPL 2024માંથી બહાર થયા
T20 વર્લ્ડકપ 2024 2 જૂનથી શરૂ થશે. ભારતીય ટીમ 5 જૂનથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતીય ટીમ ટુર્નામેન્ટ માટે બે તબક્કામાં અમેરિકા જવા રવાના થશે. પ્રથમ બેચમાં, તે ખેલાડીઓ કોચિંગ સ્ટાફ સાથે જશે, જેમની ટીમ IPL 2024માં પ્લેઓફમાં જગ્યા બનાવી શકી નથી. ઉપરાંત, બાકીના ખેલાડીઓ બીજી બેચમાં જશે. BCCIએ આ વાતની પુષ્ટિ કરી છે.
પ્રથમ બેચ 24મી મેના રોજ રવાના થશે
T20 વર્લ્ડકપ 2024 માટે પ્રથમ બેચ 24 મેના રોજ અમેરિકા જશે. હાલમાં, મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ IPL 2024માંથી બહાર થઈ ગયા છે. આવી સ્થિતિમાં આ ટીમોના ખેલાડીઓ વર્લ્ડકપ માટે પહેલા રવાના થશે. આ ખેલાડીઓમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા, વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહનો સમાવેશ થાય છે. આ સિવાય પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયેલી અન્ય ટીમોના ખેલાડીઓ પણ પ્રથમ બેચમાં જશે. અંતિમ 4માં સ્થાન મેળવનારી ટીમોના ખેલાડીઓ 26 મેના રોજ યોજાનારી ફાઈનલ બાદ બીજા બેચમાં અમેરિકા જવા રવાના થશે.
BCCIની દેખરેખ હેઠળ રહેશે મયંક યાદવ
BCCI જણાવ્યું કે જો જસપ્રિત બુમરાહને ટ્રેવિસ હેડ સામે બોલિંગ કરવાનો મોકો મળે છે તો પ્રેક્ટિસ કરવાની આનાથી સારી તક બીજી કઈ છે?” લખનૌ સુપર જાયન્ટ્સના મયંક યાદવની ઇજા વિશે અપડેટ આપ્યું હતું. મયંક હાલ ઈજાના કારણે ટીમની બહાર છે. ફાસ્ટ બોલર BCCIની દેખરેખ હેઠળ રહેશે.