- ડેવિડ વોર્નરે વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી
- ડેવિડ વોર્નરે વનડે અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી
- વોર્નરે 2009માં ઓસ્ટ્રેલિયા માટે વન-ડે ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું
આ દિવસોમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે, ટીમના સ્ટાર ઓપનર ડેવિડ વોર્નરે વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ડેવિડ વોર્નર હાલમાં તેની છેલ્લી ટેસ્ટ સિરીઝ રમી રહ્યો છે, જેની છેલ્લી ટેસ્ટ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર 3 જાન્યુઆરીથી રમાશે. આ મેચ બાદ વોર્નર ટેસ્ટ ક્રિકેટમાંથી પણ સંન્યાસ લેશે. ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયા માટે ઘણું ક્રિકેટ રમ્યો છે. વનડે અને ટેસ્ટમાંથી સંન્યાસ લીધા બાદ પણ જો વોર્નર વર્ષ 2025માં ચેમ્પિયનશિપ રમવા માંગે છે તો તેના માટે ઓસ્ટ્રેલિયા ટીમના દરવાજા ખુલ્લા રહેશે.
ડેવિડ વોર્નરનો ODI રેકોર્ડ
ડેવિડ વોર્નરે 2009માં ઓસ્ટ્રેલિયા માટે વન-ડે ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. વોર્નરે ઓસ્ટ્રેલિયા માટે 161 મેચ રમી છે, જેમાં તેના નામે 6932 રન છે. આ દરમિયાન તેણે 22 સદી અને 33 ફિફ્ટી ફટકારી છે. વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેવિડ વોર્નરની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ 179 રનની રહી છે. વોર્નરે સાઉથ આફ્રિકા સામે વનડેમાં ડેબ્યુ કર્યું હતું. આ સિવાય તેણે સાઉથ આફ્રિકા સામે તેની પ્રથમ વનડે ફિફટી પણ ફટકારી હતી. હવે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ODI ક્રિકેટમાં ડેવિડ વોર્નરનું સ્થાન મેળવવું એટલું સરળ નહીં હોય.
ડેવિડ વોર્નરે 2011માં ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. વોર્નરે ઓસ્ટ્રેલિયા માટે 111 મેચ રમી છે, જેમાં વોર્નરના 203 ઈનિંગમાં 44.59 ની એવરેજથી 8695 રન છે. આ દરમિયાન તેણે 26 સદી અને 36 અને 3 બેવડી સદીનો સમાવેશ થાય છે. ટેસ્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેવિડ વોર્નરની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ 335 રનની રહી છે. વોર્નરે ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું.
વિવાદો સાથે સંકળાયેલા છે
ડેવિડ વોર્નર લાંબા સમયથી વિવાદો સાથે સંકળાયેલો છે. 2018માં સાઉથ આફ્રિકા સાથે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં ત્રણ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ બોલ ટેમ્પરિંગમાં દોષિત ઠર્યા હતા. જેમાં ડેવિડ વોર્નરનું નામ પણ સામેલ હતું. જે બાદ ઓસ્ટ્રેલિયા ક્રિકેટે પણ વોર્નર પર બે વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે વનડે અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ વોર્નર T20 ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. જે બાદ ડેવિડ વોર્નર T20વર્લ્ડ કપ 2024માં રમતા જોવા મળશે.