- ડેવિડ વોર્નરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
- ICCએ આ માહિતી સત્તાવાર વેબસાઇટ પર શેર કરી છે
- પાકિસ્તાન સામે ટેસ્ટ કારકિર્દીની છેલ્લી મેચ રમશે
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી ડેવિડ વોર્નરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ICCએ આ માહિતી સત્તાવાર વેબસાઇટ પર શેર કરી છે. તે જાન્યુઆરી 2024માં પાકિસ્તાન સામે તેની ટેસ્ટ કારકિર્દીની છેલ્લી મેચ રમશે. આ પહેલા વોર્નર એશિઝ સિરીઝ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ રમશે. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે જાન્યુઆરી 2024માં ટેસ્ટ સિરીઝ રમાવાની છે. આ દરમિયાન વોર્નર છેલ્લી મેચ રમશે.
વોર્નર હાલમાં ઈંગ્લેન્ડમાં છે અને તે ભારત સામેની ફાઈનલ મેચની તૈયારી કરી રહ્યો છે. વોર્નર ત્યારપછી ઈંગ્લેન્ડ સામે 16 જૂનથી શરૂ થનારી એશિઝ શ્રેણીનો ભાગ બનશે. આઈસીસીની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ વોર્નરે હાલમાં જ ટેસ્ટમાં સંન્યાસ લેવાની વાત કરી છે. તે જાન્યુઆરી 2024માં પાકિસ્તાન સામે સિડની ટેસ્ટ દરમિયાન નિવૃત્તિ લેશે. આ તેનું હોમ ગ્રાઉન્ડ છે. આ પહેલા તે વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી પણ રમી શકે છે.










