- વોર્નરે વર્લ્ડ કપમાં સૌથી ઝડપી એક હજાર રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી
- વોર્નરે ભારત સામેની વર્લ્ડ કપ મેચમાં નવો ઇતિહાસ રચી દીધો
- ભારત સામેની મેચમાં વોર્નર 41 રન બનાવીને આઉટ થયો હતો
ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે ભારત સામેની વર્લ્ડ કપ મેચમાં નવો ઇતિહાસ રચી દીધો છે. વોર્નરે આ મેચમાં 9 રન બનાવતા જ વનડે વર્લ્ડ કપમાં પોતાના 1000 રન પૂરા કરી લીધા છે. સાથે જ વોર્નર વર્લ્ડ કપમાં સૌથી ઝડપી એક હજાર રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. અને તેણે સચિન તેન્ડુલકરનો રેકોર્ડ તોડયો છે. ભારત સામેની મેચમાં વોર્નર 41 રન બનાવીને આઉટ થયો હતો. વોર્નરે 19 ઇનિંગમાં હજાર રન પૂરા કર્યા છે. તે વર્લ્ડ કપમાં સૌથી ઝડપી હજાર રન બનાવનાર બેટ્સમેન બન્યો છે. અને તેણે આ મામલે સચિન અને એબી ડિવિલિયર્સને પાછળ રાખી દીધો છે. સચિન અને ડિવિલિયર્સે 20-20 ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. વોર્નર પહેલા ઓસ્ટ્રેલિયા માટે આ રેકોર્ડ માર્ક વોના નામે હતો જેણે 22 ઇનિંગમાં વર્લ્ડ કપમાં હજાર રન પૂરા કર્યા હતા.
ઓસી. માટે 1000 રન બનાવનાર ચોથો બેટ્સમેન










