• દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ
  • આંધ્રપ્રદેશના વાયઝેક સ્ટેડિયમમાં રમાશે મેચ
  • બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 29 મેચ રમાઈ

IPL 2024 ની 13મી મેચ દિલ્હી અને ચેન્નાઈ વચ્ચે રમાશે. પંત હંમેશા ધોનીને પોતાનો ગુરુ માને છે. ધોની CSKનો કેપ્ટન ન હોવા છતાં પણ તે ટીમ માટે રણનીતિ બનાવી રહ્યો છે. આવી સ્થિતિમાં પંતની ટીમ દિલ્હી માટે આ મેચ આસાન રહેવાની નથી. વિશાખાપટ્ટનમના મેદાનમાં ગુરુ અને શિષ્ય વચ્ચે જોરદાર જંગ થશે. હાલમાં CSK ટુર્નામેન્ટમાં અજેય છે જ્યારે દિલ્હી એક પણ મેચ જીતી શકી નથી. આવી સ્થિતિમાં આજે દિલ્હી કેપિટલ્સ ટીમ કોઈપણ ભોગે જીતનો સ્વાદ ચાખવા માંગશે પરંતુ દિલ્હી માટે ચેન્નાઈ પર વિજય મેળવવો આસાન નહીં હોય.

હેડ ટુ હેડ રેકોર્ડ

IPLમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 29 મેચ રમાઈ છે, જેમાં ચેન્નાઈએ 19 મેચ જીતી છે, જ્યારે દિલ્હીની ટીમ 10 મેચ જીતવામાં સફળ રહી છે. CSKનો દિલ્હી સામે સર્વોચ્ચ સ્કોર 223 રન છે જ્યારે દિલ્હીનો સર્વોચ્ચ સ્કોર 198 રન છે. છેલ્લી સિઝનમાં દિલ્હી અને CSK વચ્ચે બે મેચ રમાઈ હતી જેમાં ચેન્નાઈએ બંને મેચ જીતી હતી.

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-11

DC: ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, રિકી ભુઇ/પૃથ્વી શો, રિષભ પંત (WK&C), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, કુલદીપ યાદવ, એનરિક નોર્કિયા, ખલીલ અહેમદ, મુકેશ કુમાર

CSK: રૂતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરીલ મિચેલ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, એમએસ ધોની (wk), દીપક ચહર, તુષાર દેશપાંડે, મુસ્તફિઝુર રહેમાન.

  • Follow us on: