• વધારે પડતા વર્કલોડના કારણે ભારતના ડોમેસ્ટિક પ્લેયર્સને આઇપીએલમાં મુશ્કેલીઓ પડે

  • પાંચ વખતની ચેમ્પિયન ચેન્નઇ સુપર કિંગ્સ એવી ટીમ છે જે હંમેશાં ચર્ચામાં
  •  ટીમે સર્વાધિક ફાઇનલ રમી છે અને સૌથી સફળ ટીમોમાંની એક

પાંચ વખતની ચેમ્પિયન ચેન્નઇ સુપર કિંગ્સ એવી ટીમ છે જે હંમેશાં ચર્ચામાં રહેતી હોય છે. આ ટીમે સર્વાધિક ફાઇનલ રમી છે અને સૌથી સફળ ટીમોમાંની એક છે. સીએસકેની કેટલીક બાબતો ઘણી પરંપરાગત છે અને વર્ષોથી તેનું પુનરાવર્તન થતું રહે છે. પ્રત્યેક ટીમ આઇપીએલ શરૂ થાય તે પહેલાં પ્રી-સિઝન કેમ્પનું આયોજન કરે છે જેના કારણે ટૂર્નામેન્ટ માટે ખેલાડીઓને તૈયાર થવાની તક મળે છે. ચેન્નઇ ચેપોક સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરે છે ત્યારે હજારોની સંખ્યામાં સમર્થકો હાજર રહે છે. ટીમના મુખ્ય કોચ સ્ટિફન ફ્લેમિંગે જણાવ્યું હતું કે હું પ્રી-સિઝનમાં આરામ કરું છું અને નેટ્સમાં વધારે કોઈ હસ્તક્ષેપ કરતો નથી. ધોનીની ભૂમિકા આ કેમ્પમાં મહત્ત્વની હોય છે અને તેને કેટલીક બાબતોની જરૂર હોય છે. તે જલદીથી પ્રી-સિઝનમાં હાજર રહે છે અને ખેલાડીઓ તેને અનુસરે છે. ફ્લેમિંગે જણાવ્યું હતું કે ખેલાડીઓની વય તથા વધારે પડતી વ્યસ્તતાના કારણે છેલ્લા કેટલાક વર્ષથી પ્રી-સિઝન કેમ્પ લાંબા સમય માટે યોજવામાં આવે છે. જે ખેલાડીઓ ઉપલબ્ધ હોય છે તેઓ તેનો હિસ્સો બને છે અને વિદેશી ખેલાડીઓ પોતાની અનુકૂળતાના હિસાબે હાજર રહે છે. ટીમના ડોમેસ્ટિક ખેલાડીઓને બે મુખ્ય લાભ મળે છે. તેમને ધોની સાથે સમય પસાર કરવાનો મોકો મળે છે અને બીજી બાજુ તેમને સિસ્ટમમાં પરત ફરવાની તક મળે છે. ડોમેસ્ટિક ખેલાડીઓ ઉપર વધારે પડતો વર્કલોડ હોવાના કારણે અમને કેટલીક મુશ્કેલીઓ પડે છે. ભારતના સ્થાનિક ખેલાડીઓ સાથે સીએસકે ફ્રેન્ચાઇઝી પોતાના ફિઝિયો અને ટ્રેનરની સાથે કાર્ય કરે છે જેથી તેમને સિઝન પહેલાં માનસિક તથા શારીરિક રીતે તૈયાર કરવામાં સરળતા પડે છે.

CSK સાથએ એક ફોરેન્સિક સાઇકોલોજિસ્ટ હોય છે

ફ્લેમિંગે ખુલાસો કર્યો હતો કે ટીમની સાથે ઓસ્ટ્રેલિયાનો રીડ નામનો એક ફોરેન્સિક સાઇકોલોજિસ્ટ પણ પ્રવાસ ખેડે છે. રીડની મોટી ભૂમિકા નથી પરંતુ તેનું કામ ખેલાડીઓ ઉપર મેદાનમાં તથા તેની બહાર થતા પ્રેશરને હળવું કરવાનું હોય છે. પરિસ્થિતિ અપેક્ષા મુજબની જતી ના હોત ત્યારે સોશિયલ મીડિયા ઘણી મુશ્કેલીઓ ઊભી કરે છે. રીડ ખેલાડીઓના પ્રેશર, તણાવ તથા પ્રદર્શનને સુધારવા માટે ટિપ્સ આપે છે.


  • Follow us on: