• IPLની 22મી મેચ CSK અને KKR વચ્ચે રમાઇ
  • એમએમ ધોનીની ટીમે હોમ ગ્રાઉન્ડ પર મેચ જીતી
  • મેચ બાદ ઓમઓસ ધોની-ગૌતમ ગંભીર ગળે મળ્યા

ઇન્ડિયન પ્રિમિયર લીગની 22મી મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાઇ હતી. આ મેચમાં એમએસ ધોનીની ટીમે પોતાના હોમ ગ્રાઉન્ડ પર જીતનો સિલસિલો જાળવી રાખ્યો હતો. આ મેચમાં કોલકાતાને આ સિઝનની પ્રથમ હાર મળી હતી. મેચ બાદ ગૌતમ ગંભીર અને એમએસ ધોની વચ્ચે વાતચિત થઇ હતી. ધોની અને ગંભીર ગળે મળ્યા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

ધોની-ગંભીરનો વીડિયો થયો વાયરલ

વર્લ્ડકપ 2011માં ધોનીએ સિક્સ મારીને ભારતને જીત અપાવી હતી. જે બાદ ગૌતમ ગંભીરે નિવેદનો આપ્યા હતા કે એક સિક્સરે ભારતને વર્લ્ડકપ નથી જીતાવ્યો. ગંભીરના આવા નિવેદનો બાદ માનવામાં આવતું હતુ કે બન્ને વચ્ચે કઇ બરાબર નથી. લોકો આતુરતાથી બન્નેનો સામનો થવાની રાહ જોઇ રહ્યા છે. જ્યારે બન્ને મળ્યા ત્યારે લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. ધોની અને ગંભીરે હસીને વાત કરી તથા એકબીજાને ગળે લગાવ્યા હતા.


કોહલી સાથે પણ સમાધાન કરી ચૂક્યો છે ગંભીર

તમને જણાવી દઈએ કે આ પહેલા ગૌતમ ગંભીરે RCB સામેની મેચમાં વિરાટ કોહલીને પણ ગળે લગાવ્યા હતા. કોલકાતા અને બેંગલુરૂ વચ્ચે રમાઇ રહેલી મેચમાં ટાઈમ આઉટ દરમિયાન ગંભીર પોતાની ટીમના ખેલાડીઓ સાથે વાત કરવા મેદાનમાં ગયો હતો અને આ દરમિયાન તેણે કોહલીને ગળે લગાવ્યો હતો.

ચેપોકમાં જાડેજા-દેશપાંડેનો તરખાટ

કોલકાતાના ચેપોકમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 137 રન બનાવ્યા હતા. કેપ્ટન શ્રેયસ ઐયરે ટીમ માટે 34 રનની સૌથી મોટી ઇનિંગ રમી જેમાં તેણે 3 ફોર ફટકારી. ત્યારબાદ લક્ષ્યનો પીછો કરતા ચેન્નાઈએ 17.4 ઓવરમાં ખૂબ જ સરળતાથી જીત મેળવી લીધી હતી. CSK માટે નવા કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે 58 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 67 રનની અણનમ ઇનિંગ રમી હતી. કેપ્ટન ગાયકવાડે ટીમ માટે વિનિંગ ફોર ફટકારી હતી.

  • Follow us on: