• પુરુષોની 10 મીટર રાયફલ ટીમ સ્પર્ધામાં ભારતની જીત
  • દિવ્યાંશ સિંહ પવાર, રુદ્રાંક્ષ બાલાસાહેબ અને ઐશ્વર્ય તોમરે જીતાડ્યો ગોલ્ડ
  • 2022નો ચીનનો 1893.3 અંકે જીત્યો હતો ગોલ્ડ મેડલ

ચીનના હોંગઝોઉમાં એશિયન ગેમ્સ 2023નું આયોજન થઈ રહ્યું છે. આ સમયે બીજા દિવસે એટલે કે સોમવારની શરૂઆત સારી રહી છે. ટીમ ઈન્ડિયાને ખેલાડીઓએ આ વખતે પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો છે.

એશિયન ગેમ્સમાં ભારતે જીત્યો પહેલો ગોલ્ડ

[[$googlead]]

આ ગોલ્ડ મેડલ ભારતને શૂટિંગમાં મળ્યો છે. પુરુષોના 10 મીટર એયર રાયફલની ટીમ ઈવેન્ટમાં ભારતના દિવ્યાંશ સિંહ પવાર અને રુદ્રાંક્ષ બાલાસાહેબ અને એશ્વર્ય તોમરે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો અને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો. શૂટિંગ સિવાય ભારતને બીજા દિવસે એક બ્રોન્ઝ મેડલ પણ મળ્યો છે. પહેલા દિવસે 3 સિલ્વર અને 2 બ્રોન્ઝ જીત્યા બાદ હવે અન્ય દિવસની શરૂઆત પણ સારી રહી છે.

[[$alsoread]]

વર્લ્ડ રેકોર્ડ તોડ્યો અને જીત્યો ગોલ્ડ

ભારતે બીજા દિવસે સારી શરૂઆત કરી છે. આ સાથે ભારતીય નિશાનેબાજીમાં પણ વર્લ્ડ રેકોર્ડ તોડી દીધો છે. એટલે કે ખેલજગતમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છ.

આ રીતે બનાવ્યો નવો રેકોર્ડ

પુરુષોના 10 મીટર એયર રાયફલની ટીમ ઈવેન્ટમાં ભારતના 3 શૂટર- દિવ્યાંશ સિંહ પવાર, રુદ્રાંક્ષ બાલાસાહેબ અને ઐશ્વર્ય તોમરે મળીને જે અંક મેળવ્યા તેનાથી તેઓએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. આ ત્રણેયે મળીને 1893.7 અંક મેળવ્યા છે એક રેકોર્ડ છે. આ પહેલા આ રેકોર્ડ 1893.3 અંકનો હતો જે ચીને બનાવ્યો હતો. ભારતના 3 શૂટરમાં સૌથી વધારે 632.5 અંક રુદ્રાંક્ષ બાલાસાહેબે બનાવ્યા છે. આ સિવાય એશ્વર્ય તોમરે 631.6 પોઈન્ટ તો દિવ્યાંશ પવારે 629.6 અંક મેળવ્યા છે.

ભારતના નામે કુલ 7 મેડલ

  1. મેહુલી ઘોષ, આશી ચોકસે અને રમિતા જિંદલ- 10 મીટર એયર રાયફલ ટીમ ઈવેન્ટ (નિશાનેબાજી)- સિલ્વર મેડલ
  2. અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહ, મેન્સ લાઈટવેટ ડબલ સ્કલ્સ (રોઈંગ)- સિલ્વર મેડલ
  3. બાબૂલાલ અને લેખરામ, મેન્સ કોક્સલેસ ડબલ્સ (રોઈંગ)- કાંસ્ય મેડલ
  4. મેન્સ કોકસ્ડ 8 ટીમ (રોઈંગ)- સિલ્વર મેડલ
  5. રમિતા જિંદલ - વૂમન્સ 10 મીટર એયર રાયફલ (શૂટિંગ)- બ્રોન્ઝ મેડલ
  6. દિવ્યાંશ સિંહ પવાર, રુદ્રાંક્ષ બાલાસાહેબ અને ઐશ્વર્ય તોમર, 10 મીટર એયર રાયફલ ટીમ ઈવેન્ટ (નિશાનેબાજી)- ગોલ્ડ મેડલ
  7. આશિષ, ભીમ સિંહ, જસવિંદર સિંહ અને પુનીત કુમાર - મેન્સ કોક્સલેસ 4 (રોઈંગ)- બ્રોન્ઝ

  • Follow us on: