ઈંગ્લેન્ડના બેટ્સમેન જો રૂટે ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેને રવિવારે કિવી ટીમ સામે બીજી ઈનિંગ દરમિયાન ટેસ્ટ ક્રિકેટની ચોથી ઈનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો.


જો રૂટે આ મામલે ભારતના મહાન સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. મેચ પહેલા જો રૂટે ચોથી ઈનિંગમાં કુલ 1607 રન બનાવ્યા હતા, પરંતુ હવે તેના કુલ રનની સંખ્યા વધીને 1630 થઈ ગઈ છે.

લિસ્ટમાં કોણ છે સામેલ

જો રૂટ હવે ચોથી ઈનિંગ્સમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની લિસ્ટમાં ટોપ પર છે. આ લિસ્ટમાં બીજા ક્રમે દિગ્ગજ સચિન તેંડુલકર છે જેણે 1625 રન બનાવ્યા હતા. એલિસ્ટર કૂક અને ગ્રીમ સ્મિથ સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે, જ્યાં બંનેએ 1,611 રન બનાવ્યા છે. વેસ્ટ ઈન્ડિઝનો મહાન ખેલાડી શિવનારાયણ ચંદ્રપોલ 1,580 રન સાથે ટોપના પાંચમાં છે.

ટેસ્ટની ચોથી ઈનિંગમાં સૌથી વધુ રન બનાવનાર ટોચના 5 બેટ્સમેન

  1. જો રૂટ – 1630 રન
  2. સચિન તેંડુલકર – 1625 રન
  3. એલિસ્ટર કૂક – 1611 રન
  4. ગ્રીમ સ્મિથ – 1611 રન
  5. શિવનારાયણ ચંદ્રપોલ – 1580 રન

 

ઈંગ્લેન્ડે 13મી ઓવરમાં જ હાંસલ કર્યો લક્ષ્ય

પોતાની 150મી ટેસ્ટ મેચ રમી રહેલા રૂટે બીજી ઈનિંગમાં 15 બોલમાં 23 રનની ઝડપી ઈનિંગ રમી, જેના કારણે ઈંગ્લેન્ડે 104 રનનો સાધારણ ટાર્ગેટ માત્ર 12.4 ઓવરમાં હાંસલ કર્યો અને શાનદાર જીત નોંધાવી. આ મેચમાં ઝડપી બોલર બ્રેડન કારસે તેની ત્રીજી ટેસ્ટમાં 42 રનમાં 6 વિકેટ ઝડપીને કરિયરનું ર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેને મેચમાં 106 રન આપીને કુલ છ વિકેટ ઝડપી હતી. તેને બીજા દાવમાં કીવી ટીમને એક પછી એક ઝટકો આપ્યો હતો.

ડેરિલ મિચેલે 84 રનની રમી ઈનિંગ

ન્યૂઝીલેન્ડ માટે ડેરિલ મિચેલે 84 રનની ઈનિંગ રમી, પરંતુ તેની ઈનિંગ ઈંગ્લેન્ડ માટે વધુ પડકાર ઉભી કરી શકી ન હતી. ઈંગ્લેન્ડ માટે બીજા દાવમાં ડેબ્યૂટેન્ટ જેકબ બેથેલે 37 બોલમાં 50 રનની અણનમ ઈનિંગ રમી હતી. તેની ઈનિંગમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.


  • Follow us on: