• જો કે અપસેટ સર્જનારી અફઘાનિસ્તાનની ટીમનો સમાવેશ થઇ શકે

  • વિશ્વકપમાં 10માંથી ચાર ટીમ સેમિફાઇનલમાં પહોંચશે
  • વિશ્વકપના પોઇન્ટ ટેબલની અસર ચેમ્પિયન્સ ટ્રોફી પર જોવા મળશે

ભારતમાં યોજાઇ રહેલાં વિશ્વકપની વચ્ચે એવા સમાચાર આવ્યા છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં આઠ ટીમો ભાગ લેશે. વિશ્વકપમાં 10માંથી ચાર ટીમ સેમિફાઇનલમાં પહોંચશે. જો કે હવે આ લડાઇ ફક્ત ટોચના ચારમાં પહોંચવાની નથી રહી પણ ટોચના સાતમાં રહેવાની પણ રહેશે. વાસ્તવમાં વિશ્વકપના પોઇન્ટ ટેબલની અસર ચેમ્પિયન્સ ટ્રોફી પર જોવા મળશે. નોંધનીય છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં યજમાન પાકિસ્તાનની ટીમ સાથે વિશ્વકપની ટોચની સાત ટીમો ભાગ લેશે. જો વિશ્વકપની ટોચની સાત ટીમોને જ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવાની તક મળશે તો ઇંગ્લેન્ડ જેવી મજબૂત ટીમ પણ બહાર થઇ શકે છે કેમ કે હાલમાં તે પોઇન્ટ ટેબલ પર સૌથી નીચે 10મા સ્થાન પર છે. જ્યારે અફઘાન ટીમ ક્વોલિફાઇ થઇ શકે છે કેમ કે તે હાલમાં પોઇન્ટ ટેબલ પર સાતમા સ્થાન પર છે. જો કે વિશ્વકપનો ગ્રૂપ રાઉન્ડ પુરો થશે તે પછી વાસ્તવિક સ્થિતિની જાણકારી મળશે.

વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે જેવી ટીમ ભાગ નહીં લઇ શકે

કેટલાક બોર્ડ સભ્યોએ પણ જણાવ્યું હતું કે તેમને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાઇ થવાના આ નિયમની જાણકારી ન હતી. તેનો એક અર્થ એવો પણ થયો કે વેસ્ટ ઈન્ડિઝ, ઝિમ્બાબ્વે અને આયરલેન્ડ જેવી અન્ય પૂર્ણકાલીન સભ્ય દેશોની ટીમોએ વિશ્વકપમાં સ્થાન મેળવી શક્યા ન હોવાના કારણે ચેમ્પિયન્સ ટ્રોફીથી દૂર રહેવું પડશે.


  • Follow us on: