ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ઓક્ટોબરમાં પાકિસ્તાનનો પ્રવાસ કરશે. જ્યાં 3 મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. 10 સપ્ટેમ્બરના રોજ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે તેની 17 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. ઈંગ્લેન્ડની આગેવાની બેન સ્ટોક્સ કરી રહ્યા છે, જે ઈજાના કારણે તાજેતરમાં શ્રીલંકા સામે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં ભાગ લઈ શક્યા ન હતા. તેમના સિવાય ઘણા ખેલાડીઓ પરત ફર્યા છે. સિરીઝની પ્રથમ મેચ 7 થી 11 ઓક્ટોબરની વચ્ચે રમાશે જ્યારે છેલ્લી મેચ 24 થી 28 ઓક્ટોબરની વચ્ચે રમાશે.
પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી શકે
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે તાજેતરમાં શ્રીલંકા સામે ઘરની ધરતી પર 3 મેચની ટેસ્ટ સિરીઝ રમી હતી. આ સિરીઝમાં ઈંગ્લેન્ડ બેન સ્ટોક્સની ગેરહાજરીમાં રમ્યું હતું. ઓલી પોપના નેતૃત્વમાં ટીમે ભાગ લીધો હતો. ધ હન્ડ્રેડ લીગમાં બેટિંગ કરતી વખતે સ્ટોક્સને ઈજા થઈ હતી, જેના કારણે તે શ્રીલંકા સિરીઝમાં ભાગ લઈ શક્યો ન હતો.
જો કે હવે તે ફિટ છે અને ટીમમાં પરત ફર્યો છે. તેની વાપસીથી પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી શકે છે. સ્ટોક્સ બેટિંગ અને બોલિંગ વિભાગમાં શાનદાર પ્રદર્શન કરે છે. તેમના સિવાય ઘણા સિનિયર ખેલાડીઓને પણ ટીમનો ભાગ બનાવવામાં આવ્યો છે.
પાકિસ્તાન સામે ઈંગ્લેન્ડની ટીમની જાહેરાત
બેન સ્ટોક્સ (કેપ્ટન), રેહાન અહેમદ, ગુસ એટકિન્સન, શોએબ બશીર, હેરી બ્રુક, બ્રાઈડન કાર્સ, જોર્ડન કોક્સ, જેકી ક્રાઉલી, બેન ડકેટ, જોશ હલ, જેક લીચ, ઓલી પોપ, મેથ્યુ પોટ્સ, જો રૂટ, જેમી સ્મિથ, ઓલી સ્ટોન , ક્રિસ વોક્સ.