- ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ
- ઈંગ્લેન્ડની અફઘાનિસ્તાન વિરુદ્ધ થઈ હતી હાર
- સાઉથ આફ્રિકાની નેધરલેન્ડ વિરુદ્ધ થઈ હતી હાર
સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડની 229 રને જીત થઈ છે. આ મેચમાં ઈંગ્લેન્ડને જીત માટે 400 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ ઈંગ્લેન્ડની ટીમ માત્ર 170 રન જ બનાવી શકી છે. 170 રનમાં ઈંગ્લેન્ડના 9 ખેલાડી આઉટ થયા છે. જો કે, ઈંગ્લેન્ડનો બોલર રીસ ટોપલી ઈજાગ્રસ્ત થયો છે. જેથી તે બેટિંગ કરવા આવ્યો નથી. ઈંગ્લેન્ડ માટે ઓપનર જોની બેરસ્ટો 12 બોલમાં 10 રન કરીને અને ડેવિડ મલાન 11 બોલમાં 6 રન કરીને આઉટ થયો છે. આ ઉપરાંત જો રૂટ 6 બોલમાં 2 રન, બેન સ્ટોક્સ 8 બોલમાં 5 રન, હેરી બ્રૂક 25 બોલમાં 17 રન, કેપ્ટન જોસ બટલર 7 બોલમાં 15 રન, ડેવિડ વિલી 12 બોલમાં 12 રન કરીને, આદિલ રાશિદ 14 બોલમાં 10 રન કરીને અને ગુસ એટકિન્સન 21 બોલમાં 35 રન કરીને આઉટ થયો છે. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો, લુંગી એનગિડીએ 5 ઓવરમાં 26 રન આપીને 1 વિકેટ, માર્કો જેન્સને 5 ઓવરમાં 35 રન આપીને 2 વિકેટ, ગેરાલ્ડ કોએત્ઝીએ 4 ઓવરમાં 35 રન આપીને 3 વિકેટ, કાગિસો રબાડાએ 6 ઓવરમાં 35 રન આપીને 1 વિકેટ અને કેશવ મહારાજે 2 ઓવરમાં 27 રન આપીને 1 વિકેટ લીધી છે.
વર્લ્ડકપની મેચમાં ઈંગ્લેન્ડની હાલત ખરાબ થઈ છે. 400 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 15 ઓવરમાં 84 રનમાં 6 વિકેટ ગુમાવી છે. ઈંગ્લેન્ડનો ઓપનર જોની બેરસ્ટો 12 બોલમાં 10 રન કરીને અને ડેવિડ મલાન 11 બોલમાં 6 રન કરીને આઉટ થયો છે. આ ઉપરાંત જો રૂટ 6 બોલમાં 2 રન, બેન સ્ટોક્સ 8 બોલમાં 5 રન, હેરી બ્રૂક 25 બોલમાં 17 રન અને કેપ્ટન જોસ બટલર 7 બોલમાં 15 રન કરીને આઉટ થયો છે. અત્યારે ઈંગ્લેન્ડ માટે ડેવિડ વિલી 9 બોલમાં 6 રન કરીને અને આદિલ રાશિદ 13 બોલમાં 10 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો, લુંગી એનગિડીએ 3 ઓવરમાં 12 રન આપીને 1 વિકેટ, માર્કો જેન્સને 4 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ, ગેરાલ્ડ કોએત્ઝીએ 3 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ અને કાગિસો રબાડાએ 5 ઓવરમાં 20 રન આપીને 1 વિકેટ લીધી છે.
સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં ઈંગ્લેન્ડની ઈનિંગ શરૂ થઈ છે. જેથી ઓપનર જોની બેરસ્ટો અને ડેવિડ મલાન ક્રીઝ પર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડની ટીમે 50 ઓવર બાદ 7 વિકેટના નુકસાને 399 રન બનાવ્યા છે. જેથી ઈંગ્લેન્ડને જીત માટે 400 રનનો ટાર્ગેટ મળ્યો છે.
સાઉથ આફ્રિકાની ઈનિંગ
સાઉથ આફ્રિકાની ટીમે 50 ઓવર બાદ 7 વિકેટના નુકસાને 399 રન બનાવ્યા છે. જેથી ઈંગ્લેન્ડને જીત માટે 400 રનનો ટાર્ગેટ મળ્યો છે. સાઉથ આફ્રિકા માટે સૌથી વધુ 67 બોલમાં 109 રન હેનરિક ક્લાસેને કર્યા છે, જ્યારે ક્વિન્ટન ડી કોકે 2 બોલમાં 4, રીઝા હેન્ડ્રીક્સે 75 બોલમાં 85, રેસ વાન ડેર ડુસેને 61 બોલમાં 60, એડન માર્કરામે 44 બોલમાં 42, ડેવિડ મિલરે 6 બોલમાં 5 અને માર્કો જેન્સને 42 બોલમાં 75 રન કર્યા છે. ઈંગ્લેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, રીસ ટોપલીએ 8.5 ઓવરમાં 88 રન આપીને 3 વિકેટ, આદિલ રાશિદે 10 ઓવરમાં 61 રન આપીને 2 વિકેટ અને ગુસ એટકિન્સને 9 ઓવરમાં 60 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત ડેવિડ વિલીએ 9 ઓવરમાં 61, જો રૂટે 6.1 ઓવરમાં 48 અને માર્ક વૂડે 7 ઓવરમાં 76 રન આપ્યા છે.
સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાતી વર્લ્ડકપની મેચમાં પ્રથમ ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ સાઉથ આફ્રિકાએ 2 વિકેટના નુકસાને 163 રન બનાવ્યા છે. સાઉથ આફ્રિકાનો ઓપનર ક્વિન્ટન ડી કોક 2 બોલમાં 4 રન કરીને અને રેસ વાન ડેર ડુસેન 61 બોલમાં 60 રન કરીને આઉટ થયો છે. અત્યારે સાઉથ આફ્રિકા માટે રીઝા હેન્ડ્રીક્સ 74 બોલમાં 85 રન કરીને અને કેપ્ટન એડન માર્કરામ 13 બોલમાં 12 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઈંગ્લેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, રીસ ટોપલીએ 3.5 ઓવરમાં 21 રન આપીને 1 વિકેટ અને આદિલ રાશિદે 4 ઓવરમાં 24 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત ડેવિડ વિલીએ 5 ઓવરમાં 27, જો રૂટે 6.1 ઓવરમાં 48, ગુસ એટકિન્સને 3 ઓવરમાં 13 અને માર્ક વૂડે 3 ઓવરમાં 30 રન આપ્યા છે.
સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચ શરૂ થઈ છે. આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી સાઉથ આફ્રિકાના ઓપનર બેટ્સમેન - ક્વિન્ટન ડી કોક અને રીઝા હેન્ડ્રીક્સ બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે.
ICC વનડે વર્લ્ડકપ 2023ની 20મી મેચ આજે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ મેચ માટે ટોસ થયો છે. જે ઈંગ્લેન્ડે જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ઈંગ્લેન્ડની અફઘાનિસ્તાન વિરુદ્ધ અને સાઉથ આફ્રિકાની નેધલેન્ડ વિરુદ્ધ હાર થઈ હતી. જેથી આજે બંને ટીમ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
આજે વર્લ્ડકપ 2023માં ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચ પહેલાં સાઉથ આફ્રિકાની નેધરલેન્ડ વિરુદ્ધ અને ઈંગ્લેન્ડની અફઘાનિસ્તાન વિરુદ્ધ હાર થઈ હતી. જેથી આજની મેચ દિલચસ્પ બનવાની આશા છે. આજની આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં આવશે.
પિચ રિપોર્ટ અને વેધર રિપોર્ટ
તાજેતરમાં વાનખેડે સ્ટેડિયમની પિચ બેટિંગ માટે ઉત્તમ રહી છે. રનના ટાર્ગેટનો પીછો કરનારી ટીમ અહીં છેલ્લી 4 મેચ જીતીલ છે. જેથી જે કેપ્ટન ટોસ જીતે છે તે પહેલા બોલિંગ પસંદ કરી શકે છે. આજની મેચમાં વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સાથે સાંજના સમયે ભેજનું પ્રમાણ પણ વધવાની આશંકા છે.
કોનું પલડું ભારે?
ટૂર્નામેન્ટની શરૂઆતમાં સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાને 100થી વધુ રનના માર્જિનથી હરાવ્યું હતું, પરંતુ ડચ ટીમ સામેની હારથી ફરી એકવાર સાબિત થયું કે ટીમ દબાણમાં સરખી રમી શકતી નથી. સાથે ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડને ન્યૂઝીલેન્ડે હરાવ્યું હતું, જે ઈંગ્લેન્ડે બાંગ્લાદેશને હરાવ્યું હતું, પરંતુ અફઘાનિસ્તાન સામેની હારથી તેનું મનોબળ તૂટી ગયું હતું. બીજી તરફ ટેમ્બા બાવુમા ક્યારેય બેટ્સમેન તરીકે સતત સારું પ્રદર્શન કરી શક્યો નહતો, પરંતુ છેલ્લા વર્ષમાં તેણે સારી કેપ્ટનશિપ કરી છે. સતત બે સદી સાથે ક્વિન્ટન ડી કોકે સાબિત કરી દીધું કે તે પણ પાછળ નથી. એઈડન માર્કરામ અને રાસી વાન ડેર ડુસેન પણ ફોર્મમાં છે અને પરિસ્થિતિ અનુસાર ઝડપી રમી શકે છે.
હેડ ટૂ હેડ
આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધી રમાયેલી વનડે ક્રિકેટમાં જીત-હારનો રેશિયો લગભગ સમાન રહ્યો છે. બંને ટીમો વચ્ચે કુલ 69 વનડે મેચ રમાઈ છે. જેમાંથી ઈંગ્લેન્ડે 30 મેચ જીતી છે,
જ્યારે સાઉથ આફ્રિકાએ 33 મેચ જીતી છે. આ બંને વચ્ચે 5 મેચ અનિર્ણિત રહી છે.
બંને દેશની પ્લેઈંગ ઈલેવન-
ઈંગ્લેન્ડ- જોની બેરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ. બેન સ્ટોક્સ, હેરી બ્રૂક, જોસ બટલર(કેપ્ટન), ડેવિડ વિલી, આદિલ રાશિદ, ગુસ એટકિન્સન, માર્ક વુડ, રીસ ટોપલી.
સાઉથ આફ્રિકા- ક્વિન્ટન ડી કોક, રીઝા હેન્ડ્રીક્સ, રેસ વાન ડેર ડુસેન, એડન માર્કરામ(કેપ્ટન), હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સન, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, કાગિસો રબાડા, લુંગી એનગિડ