• BCCIએ SBI લાઈફને બનાવ્યું ઓફિશ્યલ પાર્ટનર
  • આગામી ત્રણ વર્ષ માટે પાર્ટનર તરીકે રહેશે
  • SBI BCCIને એક મેચ માટે 85 લાખ રૂપિયા આપશે

BCCIના ઓફિશ્યલ પાર્ટનર તરીકે આગામી 3 વર્ષ માટે SBI લાઈફ રહેશે. BCCI એ SBI લાઇફને ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય મેચો માટે તેના ઓફિશ્યલ પાર્ટનર બનાવ્યા છે. SBI ભારતીય ટીમની એક મેચ માટે BCCIને 85 લાખ રૂપિયા આપશે. તે જ સમયે, BCCIની ટાઈટલ પાર્ટનર IDFC ફર્સ્ટ બેંક છે. IDFC ફર્સ્ટ બેંક BCCIને પ્રતિ મેચ રૂ. 4.2 કરોડ ચૂકવે છે.

BCCIના સેક્રેટરી જય શાહ અને રોજર બિન્નીએ શું કહ્યું?

BCCI સેક્રેટરી જય શાહે કહ્યું કે અમે SBI લાઈફને અમારું ઓફિશ્યલ પાર્ટનરબનાવ્યું છે. આ જાહેરાત કરતાં અમને ખૂબ જ આનંદ થાય છે. આંતરરાષ્ટ્રીય મેચો ઉપરાંત, SBI લાઇફ ડોમેસ્ટિક મેચોમાં અમારું ઓફિશ્યલ પાર્ટનર હશે. આ સિવાય બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્નીએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. રોજર બિન્નીએ કહ્યું કે SBIના ઓફિશ્યલ પાર્ટનર બનવું એ એક મહાન અનુભવ છે. અમને આ જાહેર કરતાં આનંદ થાય છે.

બીસીસીઆઈને પ્રતિ મેચ 85 લાખ રૂપિયા મળશે

અમે તમને જણાવી દઈએ કે SBI લાઈફ ભારતની સૌથી મોટી વીમા કંપનીઓમાંથી એક છે. SBI લાઇફે મેચ દીઠ 85 લાખ રૂપિયા ચૂકવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જોકે, પ્રારંભિક બેઝ પ્રાઈસ પ્રતિ મેચ 75 લાખ રૂપિયા હતી. પરંતુ બીસીસીઆઈને પ્રતિ મેચ 85 લાખ રૂપિયા મળશે. BCCI અને SBI વચ્ચેની ડીલ ભારત-ઓસ્ટ્રેલિયાની પ્રથમ ODI મેચથી શરૂ થઈ છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વનડે સીરીઝની પ્રથમ મેચ મોહાલીમાં રમાઈ હતી. આ મેચમાં કેએલ રાહુલની આગેવાનીમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું હતું. જ્યારે આજે બીજી મેચ ઈન્દોર ખાતે રમાવાની છે. SBI લાઇફ સાથેનો આ ત્રણ વર્ષનો કરાર 56 મેચોને આવરી લેશે. આ સિવાય SBI લાઇફ ICC ટૂર્નામેન્ટમાં BCCIની ઓફિશ્યલ પાર્ટનર હશે.

  • Follow us on: