• આર્સેનલે મેચની શરૂઆતથી જ એસ્ટન વિલા વિરુદ્ધ આક્રમક રમત બતાવી હતી

  • મેચમાં શાનદાર પ્રદર્શન કરતા આર્સેનલે 2-0થી મેચ પોતાના નામે કરી હતી
  • આર્સેનલનું પ્રદર્શન સારું હોવા છતાં તે ગોલ કરવામાં સફળ નહોતી રહી

ઇપીએલમાં આર્સેનલની ટીમે ગત સીઝનની વિજેતા એસ્ટન વિલા વિરુદ્ધ શાનદાર જીત મેળવી હતી. મેચમાં શાનદાર પ્રદર્શન કરતા આર્સેનલે 2-0થી મેચ પોતાના નામે કરી હતી. ટ્રોસાર્ડ, પાર્ટે અને રાયાની શાનદાર રમતના જોરે ટીમે આ જીત મેળવી હતી.

આર્સેનલની ટીમે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું જેના કારણે એસ્ટન વિલાના ખેલાડીઓ દબાણમાં આવી ગયા હતા. રમત શરૂ થતા જ આર્સેનલના ખેલાડીઓ એસ્ટન વિલાના પ્લેયર્સ સુધી બોલ પહોંચવા જ નહોતા દેતા ડેક્લાન રાઇસે ગ્રેબિયલ માર્ટિનેલીના એક ઝડપી પ્રયાસ સાથે વિલાના ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝને પણ ચકાસી લીધો હતો.

પહેલા હાફ સુધી મેચ ખૂબ જ સંઘર્ષપૂર્ણ રહી હતી. બંને ટીમો ગોલ કરવામાં સફળ રહી નહોતી. જોકે, આર્સેનલનું પ્રદર્શન સારું હોવા છતાં તે ગોલ કરવામાં સફળ નહોતી રહી. એસ્ટન વિલાના ખેલાડીઓએ સારા ડિફેન્સનું પ્રદર્શન કર્યુ હતું. હાફ જેમ-જેમ આગળ વધ્યો તેમ વિલાના ખેલાડીઓએ એટેકિંગ તેવર દેખાડવા શરૂ કર્યા હતા. મોર્ગન રોઝર્સે કેટલાક સારા શોટ્સ માર્યા હતા પણ તે ગોલ કરી શક્યો નહોતો.

પાર્ટે, ટ્રોસાર્ડ અને રાયાનું શાનદાર પ્રદર્શન

આર્સેનલની જીતમાં થોમસ પાર્ટે, લિએન્ડ્રો ટ્રોસાર્ડ અને ડેવિડ રાયાની મહત્ત્વની ભૂમિકા હતી. પાર્ટે અને ટ્રોસાર્ડે એસ્ટન વિલા સામે શાનદાર એક-એક ગોલ કર્યો હતો જ્યારે ટીમના ગોલકીપર ડેવિડ રાયા પોતાની સ્ફૂર્તિના જોરે એસ્ટન વિલાના ઘણા હુમલાનો મજબૂત રીતે બચાવ કરીને ગોલ બચાવ્યા હતા. જીત બાદ આર્સેનલે મેદાન પર જ ભવ્ય ઉજવણી કરી હતી.


  • Follow us on: