- જર્મનીમાં 18 વર્ષથી નીચેના રાત્રે 8:00 વાગ્યા બાદ કામ કરી શકતા નથી
- યામલ ઇંગ્લેન્ડ સામેની ફાઇનલના એક દિવસ પહેલાં પોતાનો 17મો જન્મદિવસ મનાવશે
- યામલ 16 વર્ષ અને 362 દિવસની વયે યંગેસ્ટ ગોલ સ્કોરર બન્યો
યૂરો કપ 2024ની ફાઇનલ દરમિયાન સ્પેનનો યુવા સેન્સેશન લામિન યમાલ સાથે અજીબ ઘટના બની છે. 17 વર્ષનો થનાર યમાલ જો ઇંગ્લેન્ડ સામેની ફાઇનલમાં પૂરી 90 મિનિટ રમશે તો જર્મનીના લેબર નિયમ હેઠળ તેને 27 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે જે તેની ટીમે ચૂકવવો પડશે.
યામલ ઇંગ્લેન્ડ સામેની ફાઇનલના એક દિવસ પહેલાં પોતાનો 17મો જન્મદિવસ મનાવશે. તે 16 વર્ષ અને 362 દિવસની વયે યંગેસ્ટ ગોલ સ્કોરર બન્યો છે. શાનદાર પ્રદર્શન કર્યું હોવા છતાં તેને પૂરી ફાઇનલ રમાડવામાં આવી તેવી સંભાવના ઓછી છે. જર્મનીના લેબર નિયમ અનુસાર 18 વર્ષથી ઓછી વયના યુવાઓ કોઈ પણ દિવસે રાત્રે આઠ વાગ્યા બાદ કામ કરી શકતા નથી. એથ્લેટ્સ માટે થોડોક ફાયદો છે જેઓને રાત્રે 11 વાગ્યા સુધી મંજૂરી આપવામાં આવી છે. સ્પેન પાસે યમાલને ફાઇનલમાં રમાડવા માટે પ્રારંભિક 60 મિનિટ રહેશે. ત્યારબાદ પણ તે રમતો રહેશે તો જર્મનીના લેબર લો હેઠળ સ્પેનિશ ફૂટબોલ એસોસિયેશનને 30 હજાર યૂરો એટલે કે 27 લાખ રૂપિયાનો દંડ થશે. સ્પેનના કોચ ફૂએન્તેએ જણાવ્યું હતું કે જર્મનીમાં આ પ્રકારનો કોઇ નિયમ છે તેની મને ખબર નથી. તેને 11 વાગ્યા બાદ મેદાનમાંથી પાછો બોલાવી લેવો કે નહીં તે મેનેજમેન્ટ નક્કી કરશે.










