- પ્રેક્ટિસ કરીને ઘરે જઈ રહેલા 16 વર્ષના પ્રિયાંશુની હત્યા
- અજાણ્યા હુમલાખોરોએ છરી વડે નિર્દયતાથી હત્યા કરી
- પોલીસે આ મામલે તપાસ શરૂ કરી
હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં ઓલિમ્પિક ગેમ્સની તૈયારી કરી રહેલા એક યુવા ખેલાડીની છરી વડે નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. મૃતક યુવકે રમત ગમત સ્પર્ધામાં 200થી વધુ મેડલ જીત્યા હતા. પરિવારનો આરોપ છે કે રમતગમતની સ્પર્ધાઓમાં સતત ઉભરી આવવાના કારણે તેની હત્યા કરવામાં આવી છે. સાથે જ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
ફરીદાબાદના સેક્ટર-12 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાંથી પ્રેક્ટિસ કરીને ઘરે જઈ રહેલા 16 વર્ષના પ્રિયાંશુની કેટલાક અજાણ્યા હુમલાખોરોએ છરી વડે નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. જોકે હત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે ફરીદાબાદની સંજય કોલોનીમાં રહેતો પ્રિયાંશુ ફરીદાબાદના સેક્ટર-12 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રાબેતા મુજબ પ્રેક્ટિસ કરીને ઘરે જઈ રહ્યો હતો. ત્યારબાદ સેક્ટર 12 પાસે કેટલાક લોકોએ પ્રિયાંશુ પર છરી વડે હુમલો કર્યો હતો, જેમાં પ્રિયાંશુનું મોત થયું હતું. પ્રિયાંશુ એક ઉભરતો ખેલાડી હતો જે ઓલિમ્પિકની તૈયારીઓમાં સામેલ હતો. આ પહેલા પ્રિયાંશુએ લગભગ 200 સ્પર્ધાઓમાં મેડલ મેળવીને પોતાના પરિવાર અને ફરીદાબાદનું નામ રોશન કર્યું હતું.
પરિવારનો આરોપ છે કે તેમના પુત્રની હત્યા પણ સતત મેડલ જીતવાનું કારણ હોઈ શકે છે. કારણ કે તેના કારણે ખેલાડીઓ તેની ઈર્ષ્યા કરતા હતા. જો કે હાલ પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
ફરીદાબાદના પોશ વિસ્તારમાં આ ખેલાડીની હત્યા બાદ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે. ત્યારે આ યુવાન પર છરી વડે ઘાતકી હુમલો કરવામાં આવી રહ્યો હતો ત્યારે અવારનવાર સેવા સુરક્ષા સહકારના નારા આપતી પોલીસ પેટ્રોલિંગ વાહનો ક્યાં હતા તેવો સવાલ લોકો કરી રહ્યા છે.