• સેન્ટર કોર્ટમાં રોજર ફેડરર છેલ્લે 2012માં જોવા મળ્યા હતા
  • ફેડરર તેના મિત્ર એન્ડી મરેને ચીયરઅપ કરવા હાજર રહ્યા હતા
  • સપ્ટેમ્બરમાં પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિ લીધી હતી

રોજર ફેડરર ટેનિસ જગતના મહાન ખેલાડીમાંથી એક છે. રોજર ફેડરરે તેની કારકિર્દીમાં 20 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યા છે. રોજર ફેડરર જ્યારે મંગળવારે Wimbledon 2023 જોવા પહોંચ્યો હતો ત્યારે તેના ફોટો સાથે થલાઇવા કેપ્શન લખવામાં આવ્યુ હતુ. જેની સાથે ધોનીનું નામ ટ્રેન્ડ કરવા લાગ્યુ હતુ. જેના પર CSKએ પણ સામે પ્રતિક્રિયા આપી છે. 

2022માં ફેડરરે ટેનિસને કહ્યુ અલવિદા
જો કે તમને જણાવી દઇએ કે વર્ષ 2022માં ટેનિસના દિગ્ગજ ખેલાડી રોજર ફેડરરે ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. સપ્ટેમ્બરમાં લેવર કપમાં રોજર ફેડરરે અંતિમ વખત ટેનિસ કોર્ટ પર મેચમાં જોવા મળ્યા હતા. છેલ્લી મેચમાં રોજર તેના દિગ્ગજ હરીફ રાફેલ નડાલ સાથે કોર્ટ પર દેખાયા હતા. રોજર ફેડરર વિમ્બલ્ડનમાં 2023માં મંગળવારે નજરે પડયો હતો.

રોયલ બોક્સમાં પ્રિન્સેસ ઓફ વેલ્સ પણ રહ્યા હાજર
રોયલ બોક્સમાં રોજર ફેડરર સાથે તેની પત્ની મિર્કા અને પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ પણ હાજર હતા. પોતાના પ્રથમ ગ્રાન્ડ સ્લેમના રૂપમાં રોજર ફેડરરે વિમ્બલ્ડનનો ખિતાબ જીત્યો હતો. ફેડરરે પોતાની કારકિર્દીની વિમ્બલ્ડનની અંતિમ મેચ હ્યુબર્ટ હુર્કેચ સામે રમી હતી. વર્ષ 2021માં ક્વાર્ટર ફાઇનલમાં હ્યુબર્ટ હુર્કેચ સામેની હાર ફેડરરના વિમ્બલ્ડન કેરિયરની અંતિમ મેચ હતી. સેન્ટર કોર્ટમાં ફેડરરની હાજરીએ સોશિયલ મીડિયાને મેલ્ટડાઉન કરી દીધું, ફેન્સે તેમની એક્સાઇટમેન્ટ વ્યક્ત કરવા માટે ટ્વિટરનો ઉપયોગ કર્યો હતો. વિમ્બલ્ડનના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલે એક પોસ્ટમાં ફેડરર પર એમએસ ધોનીના નિકનેમનો ઉપયોગ કર્યો.

ફેડરરનો એક ફોટો ફેન્સે શેર કરતા, વિમ્બલ્ડને કેપ્શન આપ્યું, "THALAIVA #Wimbledon".

IPL ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન હોવાના કારણે ચેન્નાઈમાં ધોનીને 'થાલા' જે થલાઈવાનું શોર્ટ નિકનેમથી પૂજવામાં આવે છે. આથી, ફેડરર માટે ઉબેર-કૂલ પોસ્ટની નોંધ લેતા CSKએ તેના સમાન અને એક શાનદાર પ્રતિસાદ આપ્યો હતો. CSKના ટ્વિટર હેન્ડલ પર ફેડરરની ફોટોશોપ કરેલી વિમ્બલ્ડન તસવીર પોસ્ટ કરી હતી જેમાં ધોનીનો ચહેરો હતો. બંને પોસ્ટ્સે ચાહકોને આશ્ચર્યમાં મૂકીને ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.

ફેડરરનો રેકોર્ડ છે કે તેઓ આઠ વખત વિમ્બલ્ડન વિજેતા છે, પરંતુ નોવાક જોકોવિચ (7) આ વર્ષે તેની સાથે મેળ ખાતા જોઈ શકે છે. જોકોવિચ તાજેતરમાં ટોચના ફોર્મમાં છે, અને તાજેતરમાં રોલેન્ડ ગેરોસમાં ઐતિહાસિક 23મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતું, જ્યાં તેમણે ફ્રેન્ચ ઓપન ફાઇનલમાં કેસ્પર રુડને હરાવ્યો હતો.

વિમ્બલ્ડન 2023 વરસાદને કારણે સખત અસરગ્રસ્ત રહ્યું હતું. બીજા દિવસે ખરાબ હવામાનને કારણે 22 જેટલી મેચો રદ થઈ હતી, અને પછી ખરાબ હવામાનને કારણે સ્થગિત કરાયેલી મેચો 3 દિવસે વધુ વિલંબિત થઈ હતી. જો કે, લાઇન અપ કરાયેલી 84 મેચોમાંથી ઘણી ફરી એકવાર વરસાદને કારણે વિક્ષેપિત થઈ છે, જેના પરિણામે ગુરુવારે કુલ 122 મેચો રમાઈ શકે છે.

  • Follow us on: