- ફિફા વુમેન્સ ફુટબોલ વર્લ્ડકપ 2023ની શરૂઆત
- આયરલેન્ડની ટીમ રમતી જોવા મળશે
- ખિતાબ જીતનારી ટીમને મળશે 86 કરોડ
ફિફા વુમેન્સ ફુટબોલ વર્લ્ડકપ 2023ની આજથી શરૂઆત થશે. આ વખતે 9મી વખત વર્લ્ડકપ રમવામાં આવશે. પ્રથમ વખત બે દેશે સાથે મળીને આ વર્લ્ડકપનું આયોજન કર્યું છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે 1 મહિના સુધી વુમેન્સ ફુટબોલ વર્લ્ડકપનું આયોજન કર્યું છે. આજે ટૂર્નામેન્ટનો પ્રથમ મેચ સિડનીના ઓલિમ્પિક ગ્રાઉન્ડમાં રમવામાં આવશે. આ વર્ષે ફુટબોલ વર્લ્ડકપમાં કુલ 32 ટીમ ભાગ લઈ રહી છે. જેમાં આજે પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડલ અને નોર્વે વચ્ચે થશે.
ઓસ્ટ્રેલિયા-આયરલેન્ડ વચ્ચે થશે ટક્કર
આજનો બીજો મેચ સિડનીમાં ઓસ્ટ્રેલિયા અને આયરલેન્ડની ટીમ વચ્ચે રમવામાં આવશે. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડન ઈડન પાર્ડમાં આ મેચ રમવામાં આવશે. જેમાં અંદાજે 50 હજાર દર્શકો સામેલ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ન્યૂઝીલેન્ડ જીતશે ખિતાબ?
અત્યાર સુધી 8 વખત મહિલા ફુટબોલ વર્લ્ડકપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ન્યૂઝીલેન્ડે એક પણ વખત ખિતાબ પોતાના નામે કર્યો નથી. આ વર્ષે ન્યૂઝીલેન્ડની મહિલા ફુટબોલ ટીમ કુલ 9 મેચ રમી છે. જેમાંથી 7 મેચમાં ન્યૂઝીલેન્ડ ટીમની હાર થઈ છે.
પ્રથમ વખત 32 ટીમ ભાગ લેશે
વુમેન્સ ફુટબોલ વર્લ્ડકપના ઈતિહાસમાં પ્રથમ વખત 32 ટીમ ભાગ લઈ રહી છે. જેમાં પ્રથમ વખત આયરલેન્ડની ટીમ રમતી જોવા મળશે. આ ટીમોની 4-4ના 8 ગ્રુપમાં વહેચણી કરવામાં આવી છે. જેમાં પ્રત્યેક ગ્રુપની ટોપ-2 ટીમ રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કરશે. અહીં દરેક ટીમ વચ્ચે નોકઆઉટ મેચ રમવામાં આવશે. વર્લ્ડકપમાં કુલ 64 મેચ રમવામાં આવશે. આ તમામ મેચ કુલ 9 સ્ટેડિયમમાં રમવામાં આવશે. જેમાં ઓસ્ટ્રેલિયા, સિડની,મેલબર્ન,પર્થ,બ્રિસ્બેન અને એડિલેડ ઉપરાંત ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ, બેલિંગટન, ડુનેડિન અને હૈમિલ્ટનમાં મેચ રમવામાં આવશે.
ઈનામની રકમમાં થયો વધારો
આ વર્ષે મહિલા વર્લ્ડકપનો ખિતાબ જીતનારી ટીમને ગત વર્ષ કરતા 3 ગણું વધુ ઈનામ આપવામાં આવશે. આ વર્ષે વર્લ્ડકપની ટ્રોફી જીતનારી ટીમને અંદાજે 86 કરોડ રૂપિયા મળશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં ઈનામની કુલ રકમ 30 મિલિયન ડૉલર હતી. જે આ વર્ષે 110 મિલિયન ડૉલર જેટલી છે.