આર્જેન્ટિના વર્લ્ડ ચેમ્પિયન
લિયોનેલ મેસ્સીની કપ્તાની હેઠળ આર્જેન્ટિનાએ 36 વર્ષના દુષ્કાળનો અંત લાવ્યો અને FIFA વર્લ્ડ કપ 2022ની ટ્રોફી જીતી હતી. રવિવારે રાત્રે રમાયેલી રોમાંચક મેચમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવ્યું અને આ સાથે ટ્રોફી જીતી લીધી હતી.
મેસ્સીને ગોલ્ડન બોલ, એમબાપ્પેને ગોલ્ડન બૂટ એવોર્ડ
લિયોનેલ મેસ્સીએ વર્લ્ડ કપ જીતવાની સાથે સાથે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બનવાનું સપનું પૂરું કર્યું, જેના માટે તેને ગોલ્ડન બોલ એવોર્ડ મળ્યો. ફાઈનલ મેચમાં ફ્રાન્સ માટે હેટ્રિક ગોલ કરનાર કીલિયન એમબાપ્પેને આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કરવાનો એવોર્ડ મળ્યો હતો અને તેને ગોલ્ડન બૂટ આપવામાં આવ્યો હતો.

એવોર્ડ સેરેમનીમાં ચાર ખેલાડીઓને મળ્યો એવોર્ડ
• ગોલ્ડન બોલ એવોર્ડ - લિયોનેલ મેસ્સી (આર્જેન્ટિના)
• ગોલ્ડન બૂટ એવોર્ડ - કીલિયન એમબાપ્પે (ફ્રાન્સ)
• ગોલ્ડન ગ્લોવ્સ એવોર્ડ - એમિલિયાનો માર્ટિનેઝ (આર્જેન્ટિના)
• બેસ્ટ યંગ પ્લેયરનો એવોર્ડ - એન્ઝો ફર્નાન્ડીઝ (આર્જેન્ટિના)
• FIFA ફેર પ્લે એવોર્ડ - ઈંગ્લેન્ડ
FIFA વર્લ્ડ કપ 2022માં કોણે કેટલા ગોલ કર્યા
• કીલિયન એમબાપ્પે (ફ્રાન્સ) - 8 ગોલ, 2 આસિસ્ટ
• લિયોનેલ મેસ્સી (આર્જેન્ટિના) - 7 ગોલ, 3 આસિસ્ટ
• ઓલિવિયર ગીરોડ (ફ્રાન્સ) – 4 ગોલ
• જુલિયન આલ્વારેઝ (આર્જેન્ટિના) - 4 ગોલ

આ ટીમોના ખાતામાં આટલા પૈસા આવ્યા
• વિજેતા આર્જેન્ટિના - રૂ. 347 કરોડ
• ઉપવિજેતા ફ્રાન્સ - રૂ. 248 કરોડ
• ત્રીજા નંબરે રહેલ ક્રોએશિયા - રૂ 223 કરોડ
• ચોથા નંબરે રહેલ મોરોક્કો - રૂ. 206 કરોડ
• વર્લ્ડ કપમાં સામેલ દરેક ટીમને 9-9 મિલિયન ડોલર
• પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી ટીમો માટે $13 મિલિયન
• ક્વાર્ટર ફાઇનલમાં હારેલી ટીમોના ખાતામાં $17 મિલિયન