- વિન્સેટ અબૂબકરે મેચમાં ઐતિહાસિક ગોલ કર્યો
- મેદાન પર શર્ટ ઉતારીને ફેંક્યો અને મનાવી ખુશી
- કેમરૂના કેપ્ટનને યલો અને રેડ કાર્ડ દેખાડવામાં આવ્યું
કેમરૂનની ટીમે ફીફા વર્લ્ડ કપ 2022માં બ્રાઝિલને 1-0થી હરાવીને ઈતિહાસ રચ્યો છે. કેમરૂન એવી પહેલી આફ્રિકી ટીમ બની છે જેણે ફીફા વર્લ્ડ કપમાં બ્રાઝિલને પરાજિત કર્યું છે. જો કે ઐતિહાસિક જીત છતાં કેમરૂન પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી શકી નહીં અને તે ગ્રૂપ જીમાં ત્રીજા નંબરે રહી. શુક્રવારે રાતે રમાયેલી મેચમાં કેમરૂનની જીતના હીરો કેપ્ટન વિન્સેટ અબૂબકર રહ્યા અને તેઓએ મેચની સમાપ્તિથી થોડી મિનિટ પહેલા પોતાની ટીમ માટે શાનદાર ગોલ કર્યો, આ ગોલે ટીમની જીત પાક્કી કરી. અબૂબકરે આ ઐતિહાસિક ગોલ બાદ ઉજવણી કરી. આ ઉજવણી તેમને મોંઘી પડી.
શર્ટ ઉતારીને મેદાન પર ફેંક્યું
ઘટના એવી છે કે કેપ્ટને પોતાનું શર્ટ ઉતારીને મેદાન પર ફેંક્યું. મેચ રેફરીને આ હરકત પસંદ ન આવી. તેઓએ કેમરૂનના કેપ્ટનને યલો કાર્ડ દેખાડ્યું. જો કે આ મેચમાં આ બીજું યલો કાર્ડ હતું અને એવામાં રેફરીએ તેમને રેડ કાર્ડ પણ દેખાડ્યું. પરિણામ એ આવ્યું કે અબૂબકરને મેદાન છોડવું પડ્યું. જો કે બ્રાઝિલ પહેલા જ પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ચૂક્યું હતું અને એવામાં તેણે કેમરૂનની સામે બેંચ સ્ટ્રેન્થને અજમાવી જે હારનું કારણ બની. બ્રાઝિલે 24 વર્ષ બાદ ગ્રૂપ સ્ટેજમાં કોઈ મેચ ખોવી. આ પહેલા વર્ષ 1998ના વર્લ્ડ કપમાં તેણે નાર્વેની સામે 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.
ફીફા વર્લ્ડ કપ 2022ના પ્રી ક્વાર્ટર ફાઈનલ પણ તૈયાર થઈ ચૂક્યા છે. જે 16 ટીમો પ્રી ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી છે તેમાં ફ્રાન્સ, બ્રાઝિલ, પોર્ટુગલ, નેધરલેન્ડ, સેનેગલ, યૂએસ, ઈંગ્લેન્ડ, અર્જેન્ટિના, પોલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ, ક્રોએશિયા, જાપાન, મોરક્કો, સ્પેન, સાઉથ કોરિયા અને ઓસ્ટ્રેલિયાનું નામ સામેલ છે.
પ્રી ક્વાર્ટરફાઈનલ મેચનું શિડ્યુલ (ભારતીય સમયાનુસાર)
- 3 ડિસેમ્બર - નેઘરલેન્ડ VS યૂએસએ - રાતે 8.30 વાગે
- 4 ડિસેમ્બર - આર્જેન્ટિના VS ઓસ્ટ્રેલિયા - રાતે 12.30 વાગે
- 4 ડિસેમ્બર - ફ્રાન્સ VS પોલેન્ડ- રાતે 8.30 વાગે
- 5 ડિસેમ્બર - ઈંગ્લેન્ડ VS સેનેગલ - રાતે 12.30 વાગે
- 5 ડિસેમ્બર - જાપાન VS ક્રોએશિયા - રાતે 8.30 વાગે
- 6 ડિસેમ્બર બ્રાઝિલ VS સાઉથ કોરિયા - રાતે 12.30 વાગે
- 6 ડિસેમ્બર - મોરક્કો VS સ્પેન - રાતે 8.30 વાગે
- 7 ડિસેમ્બર - પોર્ટુગલ VS સ્વિત્ઝરલેન્ડ - રાતે 12.30 વાગે









