- ખાડી દેશ કતારમાં આજથી ફૂટબોલ વર્લ્ડ કપ શરૂ
- વિશ્વમાં આ પહેલીવાર મુસ્લિમ દેશમાં યોજાવા જઈ રહ્યો છે.
- ઇસ્લામિક ઉગ્રવાદને પ્રોત્સાહન આપવાનો મામલો ગરમાયો
ખાડી દેશ કતારમાં આજથી ફૂટબોલ વર્લ્ડ કપનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. વિશ્વમાં આ પ્રથમ વખત છે જ્યારે વિશ્વની આ સૌથી લોકપ્રિય રમત સ્પર્ધા મુસ્લિમ દેશમાં યોજાવા જઈ રહી છે. કતારમાં યોજાઈ રહેલા ફૂટબોલ વર્લ્ડ કપને લઈને વિવાદોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. દારૂના સેવન, એલજીબીટી પછી હવે ઇસ્લામિક કટ્ટરવાદને પ્રોત્સાહન આપવાનો મામલો ગરમાયો છે. કતારે ભારતમાં ઝેરી ઉપદેશ આપવાના આરોપમાં વિવાદાસ્પદ મુસ્લિમ ઉપદેશક ઝાકિર નાઈકને સમન્સ પાઠવ્યું છે. ધર્મ પરિવર્તનને પ્રોત્સાહન આપવાના આરોપી ઝાકિર નાઈકે કહ્યું છે કે તે વર્લ્ડ કપ દરમિયાન ઈસ્લામનો પ્રચાર કરવા માટે અનેક ભાષણો કરશે.લોકો કતાર સરકારની ઈરાદા પર સવાલ ઉઠાવી રહ્યા છે.
ખાડી દેશ કતારમાં આજથી ફૂટબોલ વર્લ્ડ કપ શરૂ
ઝાકિર નાઈકના ઝેરીલા ભાષણોને કારણે બ્રિટને તેના પર પ્રતિબંધ મૂક્યો છે. હવે આવી વ્યક્તિને કતારની ભારત વિરોધી સરકારે ઇસ્લામનો પ્રચાર કરવા માટે બોલાવ્યા છે. આ એ જ કતાર છે જેણે વિવાદાસ્પદ ભારતીય ચિત્રકાર એમએફ હુસૈનને આશ્રય આપ્યો હતો. એટલું જ નહીં નુપુર શર્મા વિવાદમાં કતારે ભારત વિરુદ્ધ અનેક નિવેદનો આપ્યા હતા. હવે એ જ કતારે હિંદુઓ અને અન્ય ધર્મો વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપનાર ઝાકિર નાઈકને બોલાવ્યો છે. ઝાકિર નાઈક પર આત્મઘાતી હુમલાખોરોને સમર્થન આપવાનો આરોપ છે.
ભારત કેમ વિરોધ નોંધાવી રહ્યું નથી?
ઝાકિર નાઈકના કતાર પહોંચવાના સમાચાર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા છે. ઝાકિર નાઈક વિશે મોટી સંખ્યામાં ટ્વિટ કરવામાં આવી રહી છે. મોનિકા વર્માએ લખ્યું, 'વોન્ટેડ ગુનેગાર ઝાકિર નાઈક ફિફા વર્લ્ડ કપમાં બોલવા કતાર પહોંચી ગયો છે. કતારે ચિત્રકાર એમએફ હુસૈનને આશ્રય આપ્યો હતો. નુપુર શર્માને લઈને પણ કતારે ભારત વિરુદ્ધ અભિયાનની આગેવાની કરી હતી. વારંવારની ઉશ્કેરણી બાદ પણ ભારત કતાર સાથે વિરોધ કેમ નોંધાવી રહ્યું નથી?