ફૂટબોલ પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આખરે આવી ગઈ છે. ફીફા વર્લ્ડ કપ ૨૦૨૬ (FIFA World Cup 2026) હવે તેના અંતિમ પડાવ પર પહોંચી ગયો છે. આ મહામુકાબલામાં ફૂટબોલ જગતની બે દિગ્ગજ ટીમો સ્પેન અને આર્જેન્ટિના ટ્રોફી જીતવા માટે આમને-સામને ટકરાશે. મેસ્સીની આર્જેન્ટિના પોતાનો ખિતાબ બચાવવામાં સફળ રહેશે કે પછી સ્પેન નવો ઇતિહાસ રચશે? આર્જેન્ટીના ફાઈનલમાં આવતા જ ફીફા વર્લ્ડકપ વધુ રસપ્રદ બન્યો. ગોલ્ડન બૂટનો દાવદેાર ગણાતા મેસ્સીની જીત જોવા ચાહકો ઉત્સાહિત છે. ભારતીય ફૂટબોલ ચાહકો આ ઐતિહાસિક મેચ ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે જોઈ શકશે તેની સંપૂર્ણ વિગતો જાણો.
ફીફા વર્લ્ડકપ ફાઇનલ મેચ ક્યારે રમાશે?
ફીફા વર્લ્ડ કપ ૨૦૨૬ ની આ રોમાંચક ફાઇનલ મેચ અમેરિકાના ન્યૂયોર્ક ન્યૂ જર્સીમાં આવેલા પ્રખ્યાત મેટલાઇફ સ્ટેડિયમમાં રમાશે.
ભારતમાં લાઈવ જોવાનો સમય
અમેરિકા અને ભારતના સમય ઝોનમાં તફાવત હોવાને કારણે, ભારતીય દર્શકો આ મેચ ૧૯ જુલાઈ, ૨૦૨૬ ના રોજ વહેલી સવારે લાઈવ જોઈ શકશે. ભારતીય સમયાનુસાર (IST) આ ફાઇનલ મેચ વહેલી સવારે ૪:૩૦ વાગ્યે શરૂ થશે.
ભારતમાં ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકાશે?
જો તમે ભારતમાં રહીને આ મહા મુકાબલાનો આનંદ માણવા માંગો છો, તો તમારી પાસે નીચેના વિકલ્પો ઉપલબ્ધ છે. ભારતમાં ફીફા વર્લ્ડ કપ ૨૦૨૬ ના સત્તાવાર બ્રોડકાસ્ટર ભાગીદાર તરીકે Sports18 નેટવર્ક (Sports18 1 અને Sports18 1 HD) પર આ મેચનું સીધું પ્રસારણ જોઈ શકાશે. જો તમે તમારા સ્માર્ટફોન, લેપટોપ કે સ્માર્ટ ટીવી પર ઓનલાઈન મેચ જોવા માંગો છો, તો JioCinema એપ અથવા તેની વેબસાઈટ પર આ ફાઇનલ મેચનું તદ્દન મફત (Free) લાઈવ સ્ટ્રીમિંગ માણી શકાશે. સ્પેન અને આર્જેન્ટીનાની મેચ વધુ રસપ્રદ બની છે. ફૂટબોલના આ સૌથી મોટા જંગને જોવા માટે તૈયાર થઈ જાઓ!
આ પણ વાંચો : Lionel Messi ગોલ્ડન બૂટની રેસમાં સૌથી આગળ, એમબાપ્પે પાસે હજુ પણ ટોપના સ્થાન પર પહોંચવાની તક