- 3જી ડિસેમ્બરથી રાઉન્ડ ઓફ 16 મેચો શરૂ થશે
- આર્જેન્ટિના અને પોલેન્ડ ગ્રુપ C માંથી ક્વોલિફાય થયા છે
- પોર્ટુગલ અને દક્ષિણ કોરિયા ગ્રુપ H માંથી ક્વોલિફાય થયા છે
ફિફા વર્લ્ડ કપનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી ગયો છે. પ્રથમ રાઉન્ડ બાદ આખરે તે 16 ટીમો બીજા રાઉન્ડમાં એટલે કે રાઉન્ડ ઓફ 16માં પહોંચી ગઈ છે. કતારમાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડ કપના પ્રથમ રાઉન્ડમાં ઘણી રસપ્રદ મેચો જોવા મળી હતી અને હંમેશની જેમ ઘણા ટ્વિસ્ટ અને ટર્ન પણ જોવા મળ્યા હતો. હવે 3જી ડિસેમ્બરથી રાઉન્ડ ઓફ 16 મેચો શરૂ થવા જઈ રહી છે. એટલે કે, જે પણ ટીમ પોતપોતાની મેચો જીતવામાં સફળ થશે તે ટીમ સેમિફાઇનલમાં પહોંચવાની રેસમાં આગળ વધશે.
રાઉન્ડ ઓફ 16ની ટીમો
નેધરલેન્ડ, ઈંગ્લેન્ડ, આર્જેન્ટિના, ફ્રાન્સ, જાપાન, મોરોક્કો, બ્રાઝિલ, પોર્ટુગલ, સેનેગલ, યુએસએ, પોલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સ્પેન, ક્રોએશિયા, સ્વિટ્ઝર્લેન્ડ અને દક્ષિણ કોરિયા
નેધરલેન્ડ અને સેનેગલ ગ્રુપ A માંથી રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય થયા છે.
ઈંગ્લેન્ડ અને અમેરિકા ગ્રુપ B માંથી ક્વોલિફાય થયા છે
આર્જેન્ટિના અને પોલેન્ડ ગ્રુપ C માંથી ક્વોલિફાય થયા છે
ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા ગ્રુપ D માંથી ક્વોલિફાય થયા છે
જાપાન અને સ્પેન ગ્રુપ E માંથી ક્વોલિફાય થયા છે
મોરોક્કો અને ક્રોએશિયા ગ્રુપ F માંથી ક્વોલિફાય થયા છે
બ્રાઝિલ અને સ્વિટ્ઝર્લેન્ડ ગ્રુપ G માંથી ક્વોલિફાય થયા છે
પોર્ટુગલ અને દક્ષિણ કોરિયા ગ્રુપ H માંથી ક્વોલિફાય થયા છે