• ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ
  • સાઉથ આફ્રિકાના સેન્ચુરિયન સ્ટેડિયમમાં મેચ
  • ભારતે આફ્રિકામાં એક પણ ટેસ્ટ સિરીઝ જીતી નથી

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ સેન્ચુરિયનમાં રમાઈ રહી છે. પ્રથમ દિવસે દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. આફ્રિકાના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. વરસાદને કારણે રમત માત્ર 59 ઓવર સુધી જ રમી શકાઇ હતી. જો કે ટેસ્ટ ક્રિકેટમાં એક દિવસમાં 90 ઓવર નાખવામાં આવે છે. આ પહેલા ટોસમાં પણ 45 મિનિટનો વિલંબ થયો હતો. મેચ 1.30 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ મેચ 2 વાગ્યે શરૂ થઈ.

પ્રથમ દિવસ પુરો

વરસાદના કારણે પ્રથમ દિવસની રમત વહેલી સમાપ્ત થઈ ગઈ હતી. મેચ લગભગ 31 ઓવર પહેલા સમાપ્ત થઈ ગઈ હતી. ભારતે 59 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ 70 રન બનાવીને ક્રિઝ પર ઊભો છે. આ સાથે દક્ષિણ આફ્રિકાના બોલરોએ ખતરનાક પ્રદર્શન કર્યું છે. કગિસો રબાડાને 5, નાન્દ્રે બર્ગરને 2 તથા માર્કો જેન્સનને 1 વિકેટ મળી છે. 

ભારતની ઈનિંગ

વરસાદ: ભારત અને દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં વરસાદનું વિધ્ન આવ્યું છે. વરસાદના કારણે મેચ અટકી છે. ભારતે 59 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 209 રન બનાવ્યા છે. આ સાથે કેએલ રાહુલ 70 રન બનાવી રમી રહ્યો છે.

બુમરાહ આઉટ: ભારતને 8મો ઝટકો જસપ્રીત બૂમરાહના રૂપમાં લાગ્યો છે. આ સાથે ભારત બેકફુટ પર આવી ગયું છે.

ફિફ્ટી: કેએલ રાહુલે ભારતની પડતી બાજી સંભાળી છે. રાહુલે પોતાની ફિફ્ટી પુરી કરી છે. રાહુલને સાથ આપવા માટે જસપ્રીત બૂમરાહ ક્રિઝ પર છે.

ટી બ્રેક: 50 ઓવરની રમત પુરી, ભારતનો સ્કોર 176/7 પર પહોંચ્યો છે. ભારત તરફથી કેએલ રાહુલ 39 રન અને જસપ્રિત બુમરાહ 0 રન બનાવીને રમી રહ્યો છે. ટી બ્રેક બાદ થોડી વારમાં રમત ફરી શરૂ કરાશે.

શાર્દુલ આઉટ: શાર્દુલ ઠાકુર માત્ર 24 રન બનાવીને આઉટ થયો છે. આ સાથે કગીસો રબાડાએ 5 વિકેટ ઝડપી પોતાની 500 આંતરરાષ્ટ્રીય વિકેટ પુરી કરી છે. આ સાથે ભારતનો સ્કોર 164/7 થયો છે.

અશ્વિન આઉટ: ભારતે રવિચંદ્રન અશ્વિનના નામે વધુ એક વિકેટ ગુમાવી છે. કગીસો રબાડાએ અશ્વિનને 8 રન પર પવેલિયન મોકલ્યો છે. હવે ભારત તરફથી કેએલ રાહુલ અને શાર્દુલ ઠાકુર બેટીંગ કરી રહ્યાં છે. 

વિરાટ આઉટ: સાઉથ આફ્રિકાએ ભારતીય ટીમને બેકફૂટ પર ધકેલી દીધી છે. ભારતની અડધી ટીમ પેવેલિયન પરત ફરી છે. કગીસો રબાડાએ કોહલીને પોતાનો શિકાર બનાવ્યો હતો. વિરાટ કોહલી 38 રન બનાવીને આઉટ થયો હતો. 31 ઓવર પછી ભારતનો સ્કોર 105/5 છે

ઐયર આઉટ: સાઉથ આફ્રિકાએ ભારતને ચોથો ઝટકો આપ્યો છે. સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કગીસો રબાડાએ શ્રેયસ અય્યરને બોલ્ડ કર્યો છે. ઐયર 31 રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. 27 ઓવર પછી ભારતનો સ્કોર 92/4 છે

વિરાટ- ઐયરે ઈનિંગ સંભાળી

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝમાં પ્રથમ ટેસ્ટ રમાઈ રહી છે. આ મેચમાં ભારતે લંચ બ્રેક સુધી 26 ઓવરમાં 3 વિકેટના નુકસાને 91 રન બનાવ્યા છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમનો ટોપ ઓર્ડર સંપૂર્ણ નિષ્ફળ રહ્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલી અને શ્રેયસ ઐયરે 67 રનની પાર્ટનરશિપ કરીને ટીમને મુશ્કેલીમાંથી ઉગારી હતી. રોહિત શર્મા 5 રન, યશસ્વી જ્યસ્વાલ 17 અને શુભમન ગિલ 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો ડેબ્યૂ કરનાર નાન્દ્રે બર્ગરે 5 ઓવરમાં 23 રન આપીને 2 બેટરને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. જ્યારે કગીસો રબાડાને એક સફળતા મળી છે.

50 રનની પાર્ટનરશિપ

વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર વચ્ચે 50 રનની પાર્ટનરશિપ થઈ છે. શ્રેયસ અય્યર ત્રણ ફોરની મદદથી 23 અને વિરાટ કોહલી ચાર ફોરની મદદથી 26 રને રમી રહ્યો છે. બંને વચ્ચે 51 રનની પાર્ટનરશિપ છે. ભારતનો સ્કોર ત્રણ વિકેટે 75 રન થઈ ગયો છે.

ગિલ આઉટ: ભારતીય ટીમ ઘણી મુશ્કેલીમાં છે. સાઉથ આફ્રિકાએ ભારતને ત્રીજો ઝટકો આપ્યો છે. ભારતનો સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ પણ આઉટ થયો છે. શુભમન ગિલ 12 બોલમાં 2 રન બનાવીને નાન્દ્રે બર્ગરનો શિકાર બન્યો હતો. આવી સ્થિતિમાં ભારતને એક મોટી પાર્ટનરશિપની સખત જરૂર છે. 12 ઓવર પછી ભારતનો સ્કોર 34/3 છે. 

જયસ્વાલ  આઉટ: ભારતીય ટીમને બીજો ઝટકો લાગ્યો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા બાદ યશસ્વી જયસ્વાલ પણ પેવેલિયન પરત ફર્યો છે. આવી સ્થિતિમાં ભારતને શરૂઆતમાં જ બે ઝટકા લાગ્યા છે. સાઉથ આફ્રિકા તરફથી ડેબ્યૂ કરનાર નાન્દ્રે બર્ગરે યશસ્વીને જયસ્વાલને પોતાનો શિકાર બનાવ્યો હતો. 10 ઓવર પછી ભારતનો સ્કોર 23/2 છે.

રોહિત આઉટ: સાઉથ આફ્રિકાએ ભારતીય ટીમને શરૂઆતી ઝટકો આપ્યો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા માત્ર 5 રન બનાવીને આઉટ થયો છે. રોહિત શર્મા ફરી એકવાર કગિસો રબાડાનો શિકાર બન્યો છે. હવે શુભમન ગિલ બેટિંગ કરવા મેદાનમાં આવ્યો છે. 5 ઓવર પછી ભારતનો સ્કોર 13/1 છે

સેન્ચુરિયન ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને ભારતને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું છે. જેથી ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરવા મેદાનમાં આવ્યા છે. જ્યારે આફ્રિકા તરફથી પ્રથમ ઓવરની શરૂઆત કગીસો રબાડાએ કરી છે.

સાઉથ આફ્રિકાએ ટોસ જીત્યો

આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ શરૂ થઈ છે. આ મેચ માટે ટોસ થયો છે. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં ભારત અને સાઉથ આફ્રિકા ચાર ફાસ્ટ બોલરો સાથે મેદાનમાં ઉતરી છે. ભારતે રવિન્દ્ર જોડેજાના સ્થાને રવિચંદ્ર અશ્વિનને સ્થાન આપ્યું છે.

આ ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું 

ભારત તરફથી ભારત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું છે. તેને ભારતીય વાઇસ કેપ્ટન જસપ્રિત બુમરાહે ભારતીય ટીમની કેપ સોંપી છે. જ્યારે સાઉથ આફ્રિકા તરફથી બે ખેલાડીઓએ ડેબ્યૂ  કર્યું  છે. જેમાં નાન્દ્રે બર્ગર અને ડેવિડ બેડિંગહામનો સમાવેશ થાય છે.

જાણો મેચ ક્યારે શરૂ થશે

સેન્ચુરિયન ટેસ્ટ પર એક નવું અપડેટ આવ્યું છે. હવે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટોસ 1:45 વાગ્યે થશે અને મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. મેચ બપોરે 1.30 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ હવે મેચ અડધો કલાક મોડી એટલે કે બપોરે 2 વાગ્યે શરૂ થશે.

ટોસમાં વિલંબ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ સમયસર શરૂ થશે નહીં. વાસ્તવમાં, ખરાબ આઉટફિલ્ડને કારણે, બોક્સિંગ ડે ટેસ્ટ મેચનો ટોસ વિલંબિત થશે. તમને જણાવી દઈએ કે પહેલા બે દિવસ સેન્ચુરિયનમાં વરસાદની સંભાવના છે.

બંને દેશની પ્લેઈંગ ઈલેવન

સાઉથ આફ્રિકા: ડીન એલ્ગર, એડન માર્કરામ, ટોની ડી જોર્ઝી, ટેમ્બા બાવુમા (કેપ્ટન), કીગન પીટરસન, ડેવિડ બેડિંગહામ, કાઈલ વેરેન, માર્કો યાન્સન, ગેરાલ્ડ કોએત્ઝી, કગીસો રબાડા, નાન્દ્રે બર્ગર

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.

  • Follow us on: