- ગેમ્સનો સત્તાવાર પ્રારંભ 26મી જુલાઇથી થશે, 25મીથી હેન્ડબોલ ઇવેન્ટ શરૂ થશે
- ઓલિમ્પિકની યજમાન ફ્રાન્સ અને અમેરિકા વચ્ચે મેન્સ ફૂટબોલની ઓપનિંગ મેચ રમાશે
- ઓસ્ટ્રેલિયન ટીમ નજીવા અંતરના કારણે 2020મા પોડિયમ ફિનિશ કરી શક્યું નહોતું
રમતોના મહાકુંભ પેરિસ ઓલિમ્પિકનો સત્તાવાર 26મી જુલાઇથી પ્રારંભ થવાનો છે પરંતુ કેટલીક રમતો ઓપનિંગ સેરેમનીના કેટલાક દિવસ પહેલાં શરૂ થઇ જતી હોય છે તેવી રીતે બુધવારથી ફુટબોલ અને રગ્બી-7 ઇવેન્ટનો પ્રારંભ થશે. ઓલિમ્પિકની યજમાન ફ્રાન્સ અને અમેરિકા વચ્ચે મેન્સ ફૂટબોલની ઓપનિંગ મેચ રમાશે.
ટોક્યો 2020માં સિલ્વર મેડાલિસ્ટ અને તાજેતરમાં યૂરોપિયન ચેમ્પિયનશિપનો તાજ હાંસલ કરનાર સ્પેનની ટીમ ઓલિમ્પિકમાં ડેબ્યૂ કરનાર ઉઝબેકિસ્તાન સામે ટકરાશે. 25મી જુલાઇએ ડિફેન્ડિંગ ચેમ્પિયન કેનેડા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ગ્રૂપ-એમાં વિમેન્સ ફૂટબોલનો પ્રારંભ થશે. આ ઉપરાંત વિમેન્સમાં સ્વિડન અને ઓસ્ટ્રેલિયા પણ આમનેસામને થશે. ઓસ્ટ્રેલિયન ટીમ નજીવા અંતરના કારણે 2020મા પોડિયમ ફિનિશ કરી શક્યું નહોતું.










