• કોપા અમેરિકા ફૂટબોલ : આર્જેન્ટિના માટે અલ્વારેઝ અને માર્ટિનેઝે ગોલ કર્યા

  • મેસ્સીએ 49મી મિનિટે જુલિયન અલ્વારેઝને બોલ ક્રોસ પાસ કર્યો જેણે પહેલો ગોલ કર્યો
  • મેસ્સીએ 88મી મિનિટે લૌટરો માર્ટિનેઝના ગોલમાં આસિસ્ટ કર્યું હતું

ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ કેનેડાને 2-0થી પરાજય આપીને કોપા અમેરિકા ફૂટબોલ 2024માં પોતાના અભિયાનની વિજય સાથે શરૂઆત કરી હતી અને બંને ગોલમાં લાયોનલ મેસ્સીએ આર્કિટેકની ભૂમિકા ભજવી હતી.

મેસ્સીએ 49મી મિનિટે જુલિયન અલ્વારેઝને બોલ ક્રોસ પાસ કર્યો જેણે પહેલો ગોલ કર્યો. ત્યારબાદ મેસ્સીએ 88મી મિનિટે લૌટરો માર્ટિનેઝના ગોલમાં આસિસ્ટ કર્યું હતું. આર્જેન્ટિના 2021 કોપા અમેરિકા અને 2022 વર્લ્ડકપ પછી સતત ત્રીજીવાર મોટો ખિતાબ જીતવાનો પ્રયાસ કરી રહ્યું છે. મેસ્સીની આ 35મી મેચ હતી જેમાં તેણે ચિલીના સર્જિયો લિવિંગસ્ટોનને પાછળ રાખી દીધો હતો. જેણે 1941થી 1953 સુધી કોપા અમેરિકા ટૂર્નામેન્ટમાં 34 મેચ રમી હતી. આર્જેન્ટિના મંગળવારે ન્યુ જર્સીમાં ચિલી સામે ટકરાશે. આ પછી તેને 29 જૂને મિયામી ગાર્ડન્સમાં પેરુ સામે રમવાનું છે. કેનેડાની ટીમે મંગળવારે કેન્સાસ સિટીમાં પેરુ અને 29 જૂને ઓર્લાન્ડોમાં ચિલી સામે રમશે.


  • Follow us on: