- FIFA વર્લ્ડ કપ ક્વાર્ટર ફાઈનલમાં મોરોક્કોએ પોર્ટુગલને 1-૦થી હરાવ્યું
- વર્લ્ડ કપમાંથી બહાર થતા રોનાલ્ડો મેદાનમાં જ રડી પડ્યો હતો
- ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો સંભવતઃ છેલ્લો FIFA વર્લ્ડ કપ હતો
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમ પોર્ટુગલ સામે હારીને કતાર FIFA વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઈનલમાંથી બહાર થઈ ગઈ છે. તેને મોરોક્કન ટીમના હાથે 0-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. આવું પહેલીવાર બન્યું છે જ્યારે પોર્ટુગલની ટીમ ક્વાર્ટર ફાઈનલમાં હારી ગઈ હોય. આ પહેલા ટીમે બે વખત જીત મેળવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી. મોરોક્કો સામેની હાર બાદ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો મેદાન પર રડતો જોવા મળ્યો હતો. તસવીરોમાં તેનું દુઃખ સમજી સમજી શકાય છે.

વર્લ્ડ કપમાં પોર્ટુગલની સફર સમાપ્ત
પોર્ટુગલ ટીમની FIFA વર્લ્ડ કપની સફર 10 ડિસેમ્બર શનિવારના રોજ સમાપ્ત થઈ હતી. મોરોક્કોએ પોર્ટુગલને 1-0થી હરાવીને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમને હરાવીને મોરક્કોની ટીમે આ વર્લ્ડ કપમાં વધુ એક અપસેટ સર્જ્યો હતો.
રોનાલ્ડોનો છેલ્લો વર્લ્ડ કપ
આ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો છેલ્લો FIFA વર્લ્ડ કપ માનવામાં આવતો હતો. ચાહકોને આશા હતી કે તેમનો સુપરસ્ટાર આ વખતે ટ્રોફી જીતશે પરંતુ એવું થયું નહીં. આ ક્રિસ્ટિયાનોની 5મી વર્લ્ડ કપ ટુર્નામેન્ટ હતી. વર્ષ 2006માં પ્રથમ વખત પોર્ટુગલ માટે તે વર્લ્ડ કપ રમ્યો હતો, ત્યારબાદ 2010, 2014, 2018 અને હવે 2022માં તેણે ભાગ લીધો હતો.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો મેદાનમાં જ રડી પડ્યો
મોરોક્કોથી હાર બાદ ક્રિસ્ટિયાનો સહીત ટીમના તમામ ખેલાડીઓ ખૂબ જ ઉદાસ દેખાતા હતા. તેની આંખોમાંથી આંસુ નીકળી રહ્યાં હતાં. મેચ બાદ ક્રિસ્ટિયાનો લાંબા સમય સુધી માથું નમાવીને જમીન પર બેસી રહ્યો અને જ્યારે તેણે ફરીથી માથું ઊંચું કર્યું તો તેની આંખોમાં હારનું દર્દ દેખાઈ રહ્યું હતું.









